ગીર સોમનાથ: ઉનના નગરપાલિકા પ્રમુખ પર થયેલ ફાયરીંગ ની ઘટના બાબતે ચેમ્બર ઓફ કોમર્સ અને શહેર ભાજપ દ્વારા અપાયું આવેદનપત્ર.

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ગત મહિને પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકા ના પ્રમુખ કાળુભાઇ રાઠોડ પર થયેલ ચકચારી ફાયરિંગ પ્રકરણે ઉના શહેર ના વાતાવરણ ને ડહોળી નાખ્યું હતું જેમાં કાળુભાઇ સહિત બીજા બે લોકો ને પણ ગોળી વાગી હતી અને તમામ ને રાજકોટ દવાખાને ખસેડાયા હતા ત્યાર બાદ ના ઘટના ક્રમ માં ઉના શહેર કૉંગ્રેસના હોદેદારો અને મધુવન ગ્રુપ ના કુખ્યાત શખ્સૉ દ્વારા આ ફાયરિંગ કરાયા નું સામે આવ્યું હતું અને સામસામે થયેલા ફાયરિંગ માં સામા પક્ષે પણ ૩ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ બાબત ની એસ.આઈ.ટી તપાસ કરી રહી છે ત્યારે આજરોજ ઉના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઉના શહેર ભાજપ દ્વારા અલગ અલગ આવેદન પત્ર પ્રાંત અધિકારી ને સુપ્રત કરાયા હતા ચેમ્બર ઓફ કોમર્સ ના આવેદનપત્ર માં જણાવ્યા મુજબ શહેર ના રહેણાંક વિસ્તાર માં ધાણી ફૂટ ગોળીબાર નો ભયાનક પ્રથમ બનાવ નોંધાયો છે જેના કારણે વેપારી આલમ ભયભીત છે અને વેપારી વર્ગ નું ધ્યાન રાખનાર કાળુભાઇ ઉપર ફાયરિંગ કરી એની હત્યા કરવાની કોશિશ કરી તેવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકૉ એ સામી પાંચ લોકો પર ફરિયાદ કરી છે તે તદ્દન પાયાવિહો ણી છે અને આ ખોટી ફરિયાદ ની તટસ્થ અને ન્યાયિક તપાસ થાય એવી માંગ કરી છે તો બીજી તરફ શહેર ભાજપે આજે ધારાસભ્ય ધ્વારા થયેલ આક્ષેપો નો જવાબ આપતું આવેદનપત્ર પ્રાંત અધિકારી ને આપ્યું હતું જેમાં કોંગ્રેસ ના લોકો એ જ ફાયરિંગ ની ઘટના ને અંજામ આપ્યો હતો અને તમામ અસામાજિક પ્રવૃત્તિ એમના દ્વારા ચલાવાતી હતી ત્યારે વળતી ખોટી ફરીયાદ જે કરાઈ છે એની તટસ્થ તપાસની માંગ કરાઈ છે. ભાજપ અને કોંગસ દ્વારા અપાયેલા આવેદન ને લઈ ને હાલ શહેર માં ચર્ચા નો માહોલ સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *