ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં અનેક વાર – તહેવારો અને વિવિધ જયંતીઓની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવે છે.આ બધામાં એન્જિનિયરિંગ અને વાસ્તુકલાના દેવતા ગણાતા એવા શ્રી વિશ્વકર્મા ભગવાનની વિશ્વકર્મા જયંતી(મહાસુદ તેરસ)ના દિવસે વિશેષ પૂજા અર્ચના થાય છે તેમાં વિશ્વકર્મા સમાજના લોકો અને અન્ય લોકો પણ આ પૂજા અર્ચનામાં ભાગ લે છે પરંતુ આ દીવસે જાહેર રજા ન હોવાને કારણે બેન્કિંગ, સરકારી કચેરી, કારખાના, નાના મોટા ઉદ્યોગો અને ધંધાર્થે જાેડાયેલા લોકો આ વિશેષ પૂજા અર્ચનાથી વંચિત રહી જતા હોવાથી વિશ્વકર્મા જયંતીના દિવસે જાહેર રજા તરીકેની માન્યતા આપવામાં આવે જેથી વિશ્વકર્મા સમાજના લોકો વિશેષ પૂજા-અર્ચનાનો લાભ લઇ શકે.
વિશ્વકર્મા જયંતીને જાહેર રજા તરીકેની માન્યતા આપવાની માંગ સાથે હાલોલ પંચાલ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ પંચાલ તથા સમાજના અગ્રણી હેમેશભાઇ,પાર્થભાઇ,કમલેશભાઇ, ભાવીનભાઇ,હિતેશભાઈ તેમજ હાલોલ તાલુકાના કાર્યકર્તાઓ અને આગેવાનોની હાજરીમાં હાલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.