વર્તમાન સમયમા વિદ્યાર્થીઓને ભારતની દિવ્ય વનસ્પતિઓથી પરિચય કરવાના હેતુથી બગસરાની શાળા નં-4મા સજીવન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 300 બાળકોને દિવ્ય વનસ્પતિનુ વિતરણ કરવામા આવ્યું હતુ. શાળા નં-4 ખાતે સજીવન ફાઉન્ડેશનના સહયોગથી બાળકોને દિવ્ય વનસ્પતિઓના પરિચય હેતુથી સુગંધી વાળો વનસ્પતિનુ વિતરણ કરવામા આવ્યું હતુ. ઉનાળાના સમયમા બાળકોને થતા ઋતુજન્ય રોગો જેવા કે લુ લાગવી, એસીડીટી, ગરમીથી આવતો તાવ, અળાઇઓ ,શરીર પર થતી ફોલ્લીઓથી બચવાના હેતુથી નીતુબેન પટેલ દ્વારા શાળાના 300 બાળકોને આ વનસ્પતિનુ વિતરણ કર્યુ હતુ. નીતુબેને જણાવ્યું હતુ કે આ વનસ્પતિના મુળને પાણીમા નાખી સેવન કરવાથી પાણી સુગંધી બને છે તેમજ શરીરમા શીતળતા આવે છે. આ ઉપરાંત વનસ્પતિના અનેક ઉપયોગ પણ છે. બાળકો ભારતની દિવ્ય વનસ્પતિઓથી માહિતગાર થાય તે માટે બાળકોને આ વનસ્પતિનુ વિતરણ કરાયુ હતુ. શાળાના આચાર્ય ડી.એમ.ઠાકર દ્વારા આભાર વ્યકત કરાયો હતો. અગાઉના સમયમા આ વનસ્પતિને માટલાના પાણી સાથે ભેળવીને પાણી પીવામા આવતુ હતુ. આ વનસ્પતિ જમીનની ખારાશને પણ અટકાવે છે. વધુમા વધુ આ વનસ્પતિનુ વાવેતર થાય તે પણ જરૂરી છે.
Home > Saurashtra > Amreli > બગસરા શાળા નંબર 4માં 300 બાળકોને દિવ્ય વનસ્પતિનું વિતરણ કરવામાં આવ્યું.