રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ શહેરમા ચોકડી પાસે નગરપાલિકા દ્વારા વૈજનાથ મંદિર પાસે સિનિયર સીટીઝનો માટે 52 લાખના ખર્ચે સીનીયર સીટીઝન પાર્ક તૈયાર કરેલ છે જેમા નાના બાળકો માટે હીંચકા,ફુવારા તેમજ બેસવા માટે બાંકડા વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ છે પરંતુ તંત્રની બેદરકારીના લીધે આ બેફામ હાલતમાં છે અને સાથે રાત્રિ દરમ્યાન અસામાજિક તત્વોનો અડો થઈ ગયેલ છે.આ પાર્કમાં ટોયલેટના આંગડિયા તાળા તોડી નાખ્યા છે.ફુવારા, બાંકડાઓ, તોડફોડ હાલતમાં જોવા મળે છે. આ પાકૅ તંત્ર દ્વારા યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો હળવદના રહીશોને પાર્કનો લાભ મળી શકે છે નગરપાલિકા સંચાલિત સિનિયર સિટીઝન પાર્ક લાખો રૂપિયા ખર્ચે બનાવ્યુ પણ જાળવણીના અભાવે બિસ્તર હાલતમાં જોવા મળે છે.પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ પાકૅ હાલ ખરાબ હાલતમાં છે પણ તેને તાત્કાલિક ધોરણે પાર્કને શરૂ કરવામાં આવે તેવી હળવદના સિનિયર સિટીઝનોની માંગ છે.