રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ખામર ગામે વિદેશી દારૂના કવાટરીયા નંગ- 408 કિ.રૂ. ૩૪,૬૮૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી શ્રી હિમકર સિંહ (IPS) પોલીસ અધિક્ષક, નર્મદા જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાના માર્ગદર્શન અને સુચના હેઠળ શ્રી, એ.એમ.પટેલ પો.ઇન્સ એલ.સી.બી. ને બાતમી મળેલ કે આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખામર ગામે રહેતી નિર્મળાબેન તે પ્રવિણભાઇ છોટુભાઇ વસાવાનાઓના રહેણાંક મકાનમાં ઇગ્લીશ દારૂ સંતાળેલ છે. જે અંગેની પાક્કી બાતમી આધારે ખામર ગામે બાતમીવાળા રહેણાંક મકાનમાં પ્રોહીબીશન અંગેની રેઇડ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા કરતા આરોપી નિર્મળાબેન તે પ્રવિણભાઇ છોટુભાઇ વસાવાનાઓના રહેણાંક મકાનના રસોડાના ભાગે તથા તિજોરીમાંથી વિદેશી દારૂના કવાટરીયા નંગ -૪૦૮ કિ.રૂ. ૩૪૬૮૦/- ના મુદ્દામાલ મળી.
આરોપી નિર્મળાબેન તે પ્રવિણભાઇ છોટુભાઇ વસાવા ઘરે હાજર ન મળી આવતા આરોપી સોમાભાઇ રામાભાઇ વસાવા રહે. જીતનગર બારફળીયા તા.નાંદોદ જી.નર્મદાનાએ વેચાણ કરવાના ઇરાદે આરોપી બહેનને આપી એકબીજાને મદદગારી કરેલ હોય જે બંન્ને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આમલેથા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.