કાલોલ ખાતે આવેલ પંચમહાલ સ્ટીલ પાસે ખુલ્લી જગ્યામાં આઈપીએલ ૨૦-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાઈ રહેલી મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમાડતા ૨ ઈસમોને કાલોલ પોલીસે ઝડપી પાડી બંન્નેની અંગઝડતી માંથી રૂ.૫૪૦૦ મોબાઈલ ફોન નંગ-૩ રૂ.૧૫૦૦૦ મળી કુલ રૂ.૨૦,૪૦૦ ના મુદ્દામાલ સહીત ઝડપી પાડ્યા હતા.
મળતી વિગતો અનુસાર કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.એલ.ડામોરને બાતમી મળી હતી કે પંચમહાલ સ્ટીલની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે વિષ્ણુપ્રસાદ ભગવાનભાઈ ચૌહાણ રહે.પરામ્બા સોસાયટી,કાલોલ અને હરેન્દ્રસિંહ ઉર્ફે લલ્લો રહે. વૃંદાવન-૨, કાલોલ બંન્ને ઈસમો હાલ ચાલી રહેલી આઈપીએલ ૨૦-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાઈ રહેલી મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાની બાતમી ને આધારે પોલીસે તે સ્થળેથી બંન્ને સટોડિયાઓને પકડી પાડ્યા હતા. પુછતાજ દરમિયાન મોહસીન ઉર્ફે મોસલો રહે.કાલોલ કસ્બા આગળનો વેપાર લખતો હોવાનું જણાવ્યું હતું. પોલીસને બંન્ને ઈસમોની અંગઝડતી માંથી રૂ.૫૪૦૦ મોબાઈલ ફોન નંગ-૩ રૂ.૧૫૦૦૦ મળી કુલ રૂ.૨૦,૪૦૦ ના મુદ્દામાલ જપ્ત કરી બંન્ને ઈસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.