હાલમા કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ત્યારબાદ અનલોક જાહેર કરવામાં આવ્યુ હતુ.આ વર્ષે સૌથી મોટો ગણવામા આવતો તહેવાર નવરાત્રીની ઉજવણી રદ કરવામા આવી હતી,અને માત્ર ગરબા સ્થાપન કરીને આરતી કરવાનુ જણાવામા આવેલ હતુ. માતાજીના ગરબા સ્થાપનની પુજન અર્ચન કરીને આરતી કરવામા આવતી હતી. પંચમહાલ જીલ્લામાં દશેરાના પર્વની ઉજવણી કરવામા આવી હતી.દશેરાના તહેવાર એ અસત્ય પર સત્યનો વિજયના પ્રતિક સમો આ તહેવાર છે. આ દિવસે ખાસ કરીને ફાફડા જલેબી ખાવાનો એક ખાસ દિવસ માનવામા આવે છે.ફરસાણના વેપારીઓ પણ દશેરાના તહેવારની આગવી તૈયારી કરતા હોય છે.જેમા એડવાન્સમા જ ફાફડા જલેબી ,ચોળાફળી બનાવતા હોય છે. હાલમા કોરોનાની મહામારીને પગલે ફાફડા જલેબીના વેપાર પર અસર પહોચવા પામી હતી. દશેરાના દિવસે સવારથી ખરીદી કરવા માટે લાઈનો લાગતી હોય છે.પણ આ વખતે બજારમા કેટલીક દૂકાનો પર મંદી જોવા મળતી હતી.પણ વેપારીઓએ આશા વ્યકત કરી હતી. સારો એવો વેપાર દિવસ જતા થઈ જશે.જલેબી-૧૫૦ રૂપિયા કિલો,ફાફડા-૩૦૦
રૂપિયા કીલો વેચાઈ રહ્યા હતા. દશેરા દિવસે વાહનોની ખરીદી કરવા માટે શુભ દિવસ માનવામા આવે છે. ત્યારે ગતરોજ જિલ્લામાં આવેલા વાહનોના શો રૂમ પર વાહનોની ખરીદી કરતા જોવા મળ્યા હતા. ગ્રામીણ વિસ્તારોઁના લોકોએ પણ બાઈકો ની ખરીદી કરી હતી.આ વખતે વાહનોની ખરીદીમાં વેચાણમા ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના બાદ લોકડાઉનને કારણે ધંધારોજગાર પર સીધી અસર જોવા મળી હતી.તેના કારણે વાહનોની ખરીદીમા ઘટાડો જોવા મળ્યો હતો.