પંચમહાલ :ગોધરામાં ડુપ્લીકેટ એફ.ડી.આર રજુ કરનાર પાલિકાના ચાર ભેજાબાજ કોન્ટ્રાકટરો સામે પાલિકાના કર્મચારીએ જ કરી છેતરપીંડીની ફરીયાદ.

Panchmahal

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો માટે લાખો રૂપિયાના ટેન્ડરિંગ પ્રક્રિયાઓમા ડુપ્લીકેટ એફ.ડી.આર રજુ કરનાર પાલિકાના ચાર ભેજાબાજ કોન્ટ્રાકટરો સામે પાલિકાના જ કર્મચારીએ રૂ.24.78.650 ની કુલ આઠ જેટલી બનાવટી એફ.ડી.આર રજૂ કરી હોવા અંગેની છેતરપીંડી ની ફરીયાદ શહેર એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવતા ચોંકાવનારા ડુપ્લીકેટ એફ.ડી.આર.પ્રકરણ નો પર્દાફાશ થયો છે જેને લઇ ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

તાજેતરમાં ગોધરા નગરપાલિકા સભ્ય દ્વારા ગુજરાત તકેદારી વિભાગ ગાંધીનગરના વિજિલન્સ અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં જણાવ્યાં અનુસાર ગોધરા શહેરના વિવિધ વિસ્તારો માટે સી.સી.રોડ, ડામર રોડ તથા લેન્ડ ફીલ સાઈટ ઉપર દિવાલ બનાવવાનું કામો ટેન્ડર બહાર પાડી વર્કઓર્ડર આપવામાં આવ્યો છે અને હાલમાં વિવિધ જગ્યાઓએ સી.સી.રોડ બનાવવા માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. ઉપરોકત કામોમાં સરકારના નિયમોનુસાર ટેન્ડર મંજુર થાય ત્યારે અને ભરવામાં ત્યારે જે એફ.ડી.આર. અને બેંક ગેરંટી આપવામાં કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતી હોય છે. જેમાં કોન્ટ્રાકટરોએ મુકેલી એફ ડી. આર. ડુપ્લીકેટ બનાવીને મુકી હોવાનો પાલિકા સભ્ય ગંગારામ હરવાણી દ્વારા આક્ષેપ કરાયો હતો

આ ઉપરાંત સુપરત કરાયેલી કામગીરી અને નવા ટેન્ડરો જે અત્યારે બહાર પાડયા છે જેમાં હિસ્સો લેનાર દરેક કોન્ટ્રાકટરની જે તે બેંકની શાખામાંથી એફ.ડી.આર./ બેંક ગેરંટી કઢાવેલી હોય તો તે શાખામાં તપાસ કરવામાં આવે. ઉક્ત તપાસ કરાવ્યા બાદ જો કોઈ કોન્ટ્રાકટરે ડુપ્લીકેટ એફ.ડી.આર. તથા બેંક ગેરંટી રજુ કરી કામ મેળવનાર તથા ટેન્ડરમાં હિસ્સો લેનારને સરકારના નિયમોનુસાર તેના ઉપર ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરતા તપાસ ઉભી થઈ હતી જે તપાસ દરમ્યાન તપાસ અધિકારીએ છેલ્લા છ માસ દરમ્યાન રજૂ થયેલ ટેન્ડર સંદર્ભે એફ,ડી,આર ની ચકાસણી કરવા બે બેંકો ને પત્ર મારફતે જાણ કરતા બેંક દ્વારા આ પ્રકારની કોઈ એફ.ડી.આર માન્ય નથી તેઓ પત્ર વ્યવહાર થતા પાલિકા સત્તાધીશો ચોકી ઉઠ્યા હતા અને કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી નો પર્દાફાશ થયો હતો જેને લઈ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે રણજીતસિંહ ડામોરે ચાર કોન્ટ્રાકટરો વિરુદ્ધ કુલ આઠ જેટલી એફ,ડી,આર રૂ,24.78.650 ની બનાવટી હોવાનું જાણતા હોવા છતાં રજૂ કરી છેતરપિંડી આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ બનાવ અંગે પોલીસે ચારેય ભેજાબાજ કોન્ટ્રાકટર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પાલિકાના ક્યા કોન્ટ્રાકટર સામે છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયો

1)મનહર જેઠાભાઇ પટેલ રહે,33 શાંતિનગર સોસાયટી લુણાવાડા જી.મહીસાગર
2)દીપક જસવંતભાઈ ગાંધી રહે,1 મહાવીર જૈન સોસાયટી બસ સ્ટેન્ડ પાસે ગોધરા
3)ગિરીશ ધરમસિંહ કોસિયા રહે,132 કુળદેવી નિવાસ હરિઓમ બંગલો મગદલા સુરત
4)હિરેન કાળુભાઇ પરખીયા રહે,132 કુળદેવી નિવાસ હરિઓમ બંગલો મગદલા સુરત

ગોધરા નગરપાલિકા સાથે છેતરપીંડી આચરનાર ચારેય કોન્ટ્રાક્ટર રાજકીય વગ ધરાવતા હોવાનું કહેવાય છે.ચાર કોન્ટ્રાક્ટર પૈકી મનહર જેઠા પટેલ કે જેઓ ભુતકાળમાં લુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે રહી ચુકયા છે.જયારે દીપક ગાંધીએ પણ અન્ય સરકારી કચેરીમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ કામો રાખવા ઉપરાંત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આખરે ભેજાબાજ કોન્ટ્રાકટર ધ્વારા કરવામાં આવેલી છેતરપીંડી નો પર્દાફાશ થતા શહેરીજનોમાં ભારે ચર્ચા નો વિષય બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *