પંચમહાલ :શહેરાના વલ્લવપુર દરબાર ગઢ ખાતે દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું.

Panchmahal
રિપોર્ટર ,પાર્થિવ દરજી,શહેરા

શહેરા તાલુકા મથક ખાતે આવેલ બજારોમાં ફરસાણની દૂકાનો પર લોકો ફાફડા -જલેબી ખરીદતા નજરે પડ્યા હતા. ફરસાણના વહેપારીઓ જલેબી અને ફાફડાનુ વેચાણ ઓછુ હોવા સાથે ગત વર્ષ કરતા બહુજ ઓછી ઘરાકી ને લઈને વેપારીઓમા નિરાશા જોવા મળતી હતી.આ દીવસ વાહનોની ખરીદી માટે પણ વિશેષ દિવસ માનવામા આવતો હોવાથી નગરમા આવેલા વાહનોના શોરૂમ પર પણ ટુ વ્હીલર વાહનોની ખરીદી લોકો દ્વારા કરવામાં આવી હતી. તાલુકાના વલ્લવપુર ગામ ખાતે આવેલા દરબાઢ ગઢ ખાતે શસ્રપૂજનનો કાર્યક્રમ ક્ષત્રીય સમાજના યુવા અગ્રણી જે.બી.સોલંકી દ્વારા રાખવામા આવ્યો હતો. જેમા ગામમા યુવાનો પરંપરાગત સાફા સાથે ભેગા થયા હતા.અને વૈદિકમંત્રોચાર સાથે તલવાર સહિતના શસ્રોનુ પુજન કર્યુ હતું

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *