પંચમહાલ જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતી રોકવા માટે ઉચ્ચ અધીકારીઓ દ્વારા સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત વેજલપુર પોલીસ સ્ટેશનના આર.ડી ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેલોલ ગામના દિવ્યરાજસિંહ ઉર્ફે રાજા ઉમેશસિંહ ચૌહાણ તથા રામપુર જોડકા ગામના રમેશભાઇ ધનાભાઇ વણકર ભેગા મળી ભાદરોલી ખુદના વાંસ ડુંગરી ફળીયામા રોડની બાજુમાં આવેલા ઈટોના ભઠા નજીક મકાભાઈના ખેતરમાં ટેમ્પામાં ઈગ્લીશ દારૂનો જથ્થો લાવી કટીંગ કરે છે. બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા એક ટાટા કંપનીના ટેમ્પામાં ટ્યુબર્ગ સુપર સ્ટ્રોગ બીયરની બોટલ નંગ 1584 જેની કિંમત રૂા.158400, ટેમ્પાની નજીકથી ઈગ્લીશ દારૂની રોયલ બ્લ્યુની બોટલ નંગ 14544 જેની કિંમત રૂા. 1236240 તથા મેક્કોલ્સ વ્હીસ્કીની બોટલ નંગ 720 જેની કિંમત રૂા.75000 મળી કુલ રૂા.1466640નો પ્રોહી મુદ્દામાલ તેમજ એક ટાટા ટેમ્પો જેની કિંમત રૂા.250000 તથા રૂા.1466640નો પ્રોહી મુદ્દામાલ મળી કુલ રૂા.1716640ના મુદ્દામાલ સાથે પંચમહાલ માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો પૌત્ર દિવ્યરાજસિંહ ઉર્ફે રાજા ઉમેશસિંહ ચૌહાણ રહે.મહેલોલની મુવાડીનો ઝડપાઇ ગયો હતો. તથા નાસી છુટેલ રમેશભાઇ ધનાભાઇ વણકર તથા બીજા ઈસમો વિરુધ્ધ વેજલપુર પો.સ્ટે.માં પ્રોહીબિશનનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
Home > Madhya Gujarat > Panchmahal > પંચમહાલના માજી સાંસદ પ્રભાતસિંહનો પૌત્ર 14.66 લાખના દારૂ સાથે પકડાયો.