રાજયમાં ચોમાસાનો આરંભ થયો. પચમહાલ જિલ્લામાં મેગરાજાના આગમન થી ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો તેમજ ખેડૂતોએ વાવેતર કરવાનું શરુ કરી દીધું છે. જિલ્લામાં વરસાદ આધારીત ખેતી હોવાથી મોટાભાગના ખેડૂતોની ખેતી વરસાદ પર નિર્ભર હોય છે. ત્યારે જિલ્લામાં વરસાદ જોઈએ તેવો વરસ્યો નથી વરસાદ મનમુકીને હજુ સુધી વરસ્યો નથી. તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદ ન પડતાં જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા નથી . ગોધરામાં એક કલાકમાં 10 મી.મી વરસાદ પડવા છતા લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો નથી. ત્યારે કાલોલ તાલુકાના બેઠીયા ગામના વિજયસિંહ બળવંતસિંહ ચાેહાણ ભેંસો ચરાવવા જતાં તેમની પર આકાશી વિજળી પડતાં વિજયસિંહનું મોંત નિપજયું હતું. જયારે અત્યાર સુઘી જિલ્લામાં ફક્ત કુલ 17.92 ટકા જેટલો વરસાદ નોધાયો છે. ગત વર્ષે કુલ 22.53 ટકા વરસાદ નોધાયો હતો. ત્યારે વર્ષ કરતાં 5 ટકા જેટલો વરસાદ ઓછો નોધાયો છે. જિલ્લામાં જોઈએ એવો વરસાદ ન પડતાં ખેડૂતો વાવેતરને લઇને મુશ્કેલીમાં મુકાયા છે. રવિવારે જિલ્લામાં ગોધરા, કાલોલ અને ઘોઘંબામાં વરસાદ નોધાયો હતો.