રિપોર્ટર ,પાર્થિવ દરજી,શહેરા
શહેરાના વલ્લવપુર પિતા-પુત્ર ચકચારી હત્યા મામલે ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થતા વધુ પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. મહીસાગર નદીમાં 10 કિલોમીટર સુધી સર્ચ કરવા છતાં એન. ડી.આર.એફ.ની ટીમ ને ત્રીજા દિવસે પણ બે વર્ષીય બાળક લાશ મળી આવી નથી.
શહેરા તાલુકાના વલ્લવપુર ગામના યુવાન અને તેના બે વર્ષીય પુત્રની હત્યા મામલે પોલીસે ચારમાંથી ત્રણ આરોપીઓને પકડી પાડયા હતા. પોલીસે હત્યાના આરોપીઓને કોર્ટમા રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં હાલ છે તેના કરતાં વધુ નામોનો ખુલાસો થાય તેવી શક્યતા રહેલી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ આ ગુનામાં સામેલ શૈલેષને પકડવા માટે તેના ગામ સહિત અન્ય સ્થળે તપાસ કરવા છતાં તે મળી ન આવ્યો હતો. જ્યારે જુનીધરી પાસે આવેલ મહીસાગર નદીમાં વડોદરા થી આવેલ એન.ડી.આર.એફ ની ટીમ એ ત્રીજા દિવસે પણ બાળકની લાશની શોધખોળ શરૂ કરી હતી. મહીસાગર નદીમાં એન. ડી.આર.એફની ટીમ એ 10 કિલોમીટર સુધી એટલે સેવાલિયા બ્રીજ સુધી સર્ચ કરવા છતાં બે વર્ષીય બાળકની લાશને શોધવામાં સફળતા મળી નથી. પોલીસ પૂછપરછમાં મુખ્ય આરોપી ફુલચંદ હજુ પણ પોલીસ સમક્ષ બે વર્ષના બાળકને મહીસાગર નદીમાં ફેંકી દીધો હોવાનું રટણ કરી રહયો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ ઇન્સ્પેક્ટર નંદલાલ પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ નદી ખાતે જોવા મળ્યો હતો.જ્યારે મૃતક ચિરાગ ના પરિવારજનો આરોપીઓને કડક મા કડક સજા થાય તેવી માંગ કરી રહયા છે
.