રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા ખાતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા અમુક વિસ્તાર અલગ અલગ ઝોન તરીકે જાહેર કર્યા છે એમાં શાકમાર્કેટ નો પણ સમાવેશ થાય છે શાક માર્કેટ રેડ ઝોનમાં આવતા શાક માર્કેટમાં ધંધો કરતા વેપારીઓ સ્ટેશન રોડ પર લારીઓ મૂકીને ધંધો કરતા હતા જેથી સ્ટેશન રોડ પર વધુ ભીડ ભેગી થતી હતી એ જોતા પોલીસ દ્વારા ત્યાંથી લારીઓ હટાવામાં આવી હતી.અને અગાઉની જેમ ત્રણ ભાગ માં ધંધો કરવા છૂટ અપાઈ છે જેમાં ફ્રુટ નો ધંધો ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં જ્યારે શાક ભાજી માટે કન્યાશાળા અને મુખ્ય ગાર્ડન સામેની ખુલ્લી જગ્યા માં વેપારીઓ ધંધો કરી શકશે.
આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારે જણાવ્યું હતું કે આ તમામ લારી ગલ્લાઓ ને હટાવી અમે માર્કેટ ને ત્રણ ભાગ માં વહેચ્યું છે રાજપીપળા પબ્લિક ગાર્ડનની સામે , ગવર્મેન્ટ હાઈસ્કૂલ માં અને ત્રીજું ઝાંસીની રાણી પ્રાથમિક શાળા ખાતે માર્કેટ ફાળવી દેવાયા છે વધતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઇ મુખ્ય માર્ગો ઉપર વધુ ભીડ ન થાય તે હેતુથી શાકમાર્કેટ ની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર દ્વારા લોકોને સાવચેત રહેવા પણ સલાહ અપાઈ છે.