બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા આશાપુરી માતાના મંદિર અને હરસિધ્ધિ માતાના પ્રાંગણમાં આસો સુદ નોમ નિમિત્તે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવચંડી યજ્ઞ નું આયોજન કરાયુ જોકે કોરોના મહામારી ના કારણે દર વર્ષે નવચંડીમાં 10 થી વધુ યુગલો બિરાજતા હતા. જે આ વર્ષે એકજ યુગલ આશાપુરી મંદિર ખાતે બિરાજમાન થયું હતું.જ્યા રે હરસિધ્ધિ માતા ના મંદિર ખાતે પરંપરાગત રીતે રાજવી પરિવાર બિરાજમાન થયું હતું.જેમાં આખો દિવસ પૂજા બાદ સાંજે નવચંડી માં શ્રીફળ હોમાવાની વિધિ બાદ યજ્ઞ પુર્ણ કરાયો હતો.