બ્યુરોચીફ : અંકુર ઋષી,રાજપીપળા
સી-પ્લેન માટેનું એરક્રાફટ કેનેડામાં બન્યુ હોય જે લગભગ આગામી ૨૫ મી ઓક્ટોમ્બર સુધીમાં અમદાવાદ આવી પહોંચશે રાજપીપળા અમદાવાદથી કેવડીયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરૂ થનારા દેશના પ્રથમ સી પ્લેનની કામગીરી હવે અંતિમ તબકકામાં છે.સી – પ્લેન માટે ની કામગીરી મોટાભાગની પૂર્ણ થઇ ચૂકી છે. જયારે કેવડિયા માં પણ આગામી ૨૦ ઓકટોબર સુધીમાં આ તૈયારીઓ પૂર્ણ થશે તેની સંભાવના છે. સી-પ્લેન માટેનું એરક્રાફટ લગભગ ૨૫ ઓકટોબર સુધીમાં અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદ કેવડીયા વચ્ચેનું અંદાજે ૨૦૦ કિલોમીટરનું અંતર બાય રોડ કાપવામાં સાડાત્રણ કલાકનો સમય જતો હોય છે.પરંતુ સી- પ્લેન દ્વારા ફક્ત ૫૦ મિનિટ માંજ આ અંતર કાપી શકાશે.તેમ જાણવા મળ્યું છે.