રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપલા શહેર માં અવાર નવાર પ્રી મોન્સૂન ના નેજા હેઠળ વીજળી ડૂલ વારંવાર કરી દેવાય છે ખાસ કરીને રાજપીપલા ચોમાસામાં તો થોડો વરસાદ પડે કે આખા શહેર ની વીજળી બંધ કરી દેવામાં આવે છે જ્યારે મોટા મોટા શહેરો માં વધુ વરસાદ પડતો હોય તો પણ વીજળી તો ચાલુ જ હોઈ છે પરંતુ રાજપીપલા શહેરી વિસ્તાર માં કેમ વીજળી અવાર નવાર બંધ કરવામાં આવે છે વીજળી ન હોઈ ત્યારે ગ્રામજનો દ્વારા પૂછ પરછ માટે આપેલ નમ્બર પર ફોન કરવામાં આવે છે ત્યારે ત્યાં કોઈ પણ વ્યક્તિ ફોન ઉઠાવવા તૈયાર હોતું નથી માત્ર ફોન ની રિંગ વાગ્યા કરતી હોય છે. સવારે ૮ થી બપોરે ૨ વાગ્યા સુધી જી ઈ બી દ્વારા વીજ કાપ મુકવામાં આવ્યો હતો હશે પ્રજા પણ માને છે કે ચોમાસું આવતું હોય તો પ્રી મોન્સૂન કામગીરી ને કારણે વીજ કાપ હોઈ શકે પણ ફરી થી ૩ દિવસ પછી સવારે ૮ થી બપોરે ૩ વાગ્યા સુધી વીજ કાપ તો શું તે સમયે કોઈ કામ બાકી રહી ગયું હતું ? કામ અધૂરું કરવાનો શુ મતલબ હોઈ શકે ? આવા ઘણા પ્રશ્નો ગ્રામજનો માં ઉપસ્થિત થતા હોય છે ૨૨ તારીખ બુધવાર ના રોજ સવારે થી બપોર સુધી વીજ કાપ હતો પ્રજા હોવી કંટાળી છે આ વીજ કાપ થી જેથી જી ઈ બી ના અધિકારી ને જાણ કરવા ગઈ ત્યારે જી ઈ બી ના અધિકારી દ્વારા હમણાં પોલીસ ને ફોન કરું છું તેવું કહી ગ્રામજનો ને ધમકાવાનો પ્રયત્નો કરતા આ અધિકારી ને શુ કહેવું તે કઈ સમજ જ નહીં પડી પછી પ્રજા છે ભાઈ હલ્લા બોલ પણ કરવો પડે ત્યારે જ આ લોકો સુધરે તેમ લાગી રહ્યું છે વારંવાર લાઈટો જતી હોવાથી નગર ના જાગૃત નાગરિક વિજય રામી, દત્તા ગાંધી જેવા લોકો એ કલેકટર ને આવેદનપત્ર પણ આપ્યું હતું ત્યારે કલેક્ટર મનોજ કોઠારી દ્વારા નાગરિકો ની સામે જ જી ઈ બી ના અધિકારીઓ ને કહેવામાં આવ્યું હતું કે 4 દિવસ માં તમારા તમામ કામ પૂર્ણ કરો પછી મને કોઈ નાગરિક ની ફરિયાદ ના આવવી જોઈએ કે વીજળી કાપ મુકવામાં આવ્યો છે કલેકટર દ્વારા નાગરિકો ને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ૪ દિવસ માં જી.ઈ.બી ના તમામ કર્યો પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારબાદ કોઈ ફરિયાદ નહિ આવે પણ આ જી ઈ બી ના લોકો કઈ ચામડી ના બન્યા છે.