બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના વસો તાલુકાના ખાંધલી ગામની વિધવા મહિલા રંજનબેન સુરેન્દ્રભાઈ પટેલ પર પોતાના જ કુટુંબીજનો દ્વારા અસહય ત્રાસ ગુજારતા આખરે મહિલા તેના 2 નાના પૌત્રોની સાથે આત્મહત્યા કરવાના ઈરાદા સુધી પોહચી હતી. રંજનબેનના જણાવ્યા અનુસાર તેમને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેમના પર થતા અત્યાચાર વિશે અનેકવાર જાણ કરવામાં છતાં પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના પગલાં ના લેવાતા તેમને કાયદા પર થી પણ વિશ્વાસ ઉઠી જવા પામ્યો હતો. આખરે આ મહિલા એ મીડિયા સામે આવી પોતાની વેદના પ્રગટ કરી હતી .અને જો ન્યાય નહિ મળે તો તેમના બે પૌત્રો સાથે આત્મવિલોપનની ચિમકી આપવામાં આવી હતી. ત્રાસ ગુજારનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામા આવશે કે કેમ તે હવે જોવું રહ્યું.
