રિપોર્ટર: સંદીપ સેનવા,ગળતેશ્વર
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે આવેલ ગળતેશ્વર મહાદેવ હાઈસ્કૂલ માં આજરોજ વનીકરણ રેન્જ ઠાસરા દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ તાલુકા કક્ષાના ૭૧ માં વન મહોત્સવન ની ઉજવણી કરવામાં આવી. જેમાં ઠાસરા ગળતેશ્વર તાલુકાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર,ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ (પ્રાંત અધિકારી ઠાસરા), બી.એસ.ખોખરીયા (મામલતદાર ગળતેશ્વર), કરણ પ્રજાપતિ (ટી.ડી.ઓ ગળતેશ્વર), કે.એમ.ભોઈ (આર.એફ.ઓ, ડાકોર), વજેસિંહ પરમાર (પ્રમુખ તા.પં.ગળતેશ્વર) ધ્રુવલ પટેલ (સરપંચ, અંબાવ), રૂહીન વહોરા (મેનપુરા, ફોરેસ્ટર), ઠાસરા રેન્જ સ્ટાફ તથા ભાવેશભાઈ દયા ફાઉન્ડેશનના વોલિયન્ટરનો પણ સ્ટાફ હાજર રહ્યો હતો.તેમજ તાલુકાના બીજા આગેવાનો એ પણ હાજરી આપી હતી. ગળતેશ્વર તાલુકાના અલગ અલગ ગામોમાં વિનમૂલ્યે લગભગ ૩૫૦૦ થી ૪૦૦૦ ઔષધીય વૃક્ષોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.અને ગળતેશ્વર મહાદેવ હાઈસ્કૂલમાં ૧૦૦ ની આસપાસ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું.વૃક્ષરથને લીલી ઝડી આપી રવાના કરવામાં આપવામાં આવ્યું હતો.