બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
આ પ્રવેશ પ્રક્રિયા આગામી ત્રણ દિવસમાં શરૂ કરવામાં નહિ આવે તો અ.ભા.વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓના હિત માટે આંદોલન કરશે ની ચીમકી ઉછરી હતી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ,નર્મદા દ્વારા કલેકટર ને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ હાલ દરેક યુનિવર્સીટીઓના ગ્રેજ્યુએશન ના પરિણામો જાહેર થઈ ગયા છે. કાયદા વિદ્યાશાખામાં અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓની હાલ પ્રથમ વર્ષ માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં નથી આવી. થોડા સમય પહેલા બી.સી.આઈ દ્વારા પરિપત્ર કરીને જરૂરી પૂર્તતા કરવા માટેના આદેશ આપેલ છે, જેની પૂર્તતા સરકાર દ્વારા કરવી જરૂરી છે. આથી દરેક કોલૅજ યુનિવર્સિટી દ્વારા નિયમો પરીપૂર્ણ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે.જયાં સુધી સરકાર,કોલેજ/યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થાય નહીં ત્યાં સુધી પ્રર્વેશ પ્રક્રિયા મોકુફ રાખવામાં આવી છે. માટે સમગ્ર ગુજરાતમાં કાયદા વિદ્યાશાખા માં પ્રથમ વર્ષ માં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ ખૂબ જ મૂંઝવણમાં છે, તેમના ભવિષ્યનો આધાર છીનવાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ પોતાના ઇચ્છુક ક્ષેત્રમાં અભ્યાસ ન કરી શકે તો નાસીપાસ થશે.અને અનિચ્છનીય બનાવો પણ બનશે.માટે એ.બી.વી.પી. દ્વારા કોલેજો/યુનિવર્સિટીમાં વહેલીતકે કાયદા વિદ્યાશાખા માં પ્રથમ વર્ષ માં પ્રવેશ પ્રક્રિયા આગામી ત્રણ દિવસમાં શરૂ કરવામાં આવે અન્યથા અ.ભા.વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાત માં વિદ્યાર્થીઓના હિત માટે આંદોલન કરશે. તેમ ગુજરાત અ.ભા.વિદ્યાર્થી પરિષદ,નર્મદા ના અજય તડવી, નગર મંત્રી,દિનબંધુ તડવી,સહમંત્રી,મેરૂશિહ કોઠીયા,સહ મંત્રી,હરેશ વસાવા મંત્રી,આકાશ સરણ તડવી સહમંત્રી એ આવેદનપત્ર આપી જણાવ્યું હતું.