રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં આવેલા બસ સ્ટેશની બહાર નીકળી આવેલા સળિયા ને કારણે વાહનો તથા પ્રજાજનો બહુ બહુ મોટી હાલાકી વેઠવી પડી રહી છે. વારંવાર આ નીકળેલા સળિયા કારણે અકસ્માત થાય છે. ઉપરનાત નીકળેલ સળિયા ના કારણે વાહન પણ નુકસાન થઈ રહ્યું છે. પ્રજાના અકસ્માતનો ભય હોય બસ સ્ટેશન બહાર આ રીતે નીકળેલા સળિયા નું સમારકામ ક્યારે કરવામાં આવશે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે કેમ?
મુસાફરો અને વાહનચાલકો બંનેને પડતી મુશ્કેલીઓ ને લઈને કોઈ ત્વરિત નિર્ણય લઈને સમારકામ કરવામાં આવશે કેમ એવા સવાલો મહીસાગર જિલ્લાના મુસાફરોમાં ઉઠ્યો છે. ત્યારે તંત્ર હરકતમાં આવશે જેમ? પ્રવાસીઓની વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ પણ નિર્ણય હજું સુધી પ્રવાસીઓની હિતમાં લેવાયો નથી. શું કોઈ મોટો અકસ્માત સર્જાશે ત્યાં સુધી રાહ જોવામાં આવશે કે કેમ?