પાદરાના મામલતદાર અને નાયબ મામલતદાર એક લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.

vadodara
રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા

લાંચ લેતા પકડાયાં પાદરાના મમલતદર જી.ડી બારીયા અને નાયબ મામલતદાર કે.જે.પારગી રૂ.1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા એસીબીની ટીમ બંનેને પાદરાથી વડોદરા એસીબી કચેરી લઈ આવી હતી એસીબીની ટ્રેપની જાણ થતાં જ લોકો ઉમટી પડ્યા હતા. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામ માટે પાદરા તાલુકામાં માટી નાંખવા ખાણખનીજખાતાને અભિપ્રાય આપવા માટે પાદરાના મામલતદાર તેમજ નાયબ મામલતદાર બંને એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. આ અંગેની વિગત એવી છે કે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેનુ કામ હાલ ચાલી રહ્યું છે આ હાઈવે પાદરા તાલુકાના સાદડ અને આમળા ગામની સીમમાંથી પસાર થતો હોવાથી આ બંને ગામો વચ્ચે હાઈવેના નિમૉણ માટે માટી નાંખવાનું કામ સાવલી તાલુકાના અંજેસર ગામના માટીના કોન્ટ્રાકટરે રાખ્યું હતું દરમિયાન માટી આજુ બાજુ ગામોના ખેતરોમાંથી લેવાની હોવાથી કોન્ટ્રાકટરે. ખાણખનીજખાતાની કુબે રભવન ખાતેની કચેરીમાં માટી મેળવવાની મંજુરી માટે અરજી કરી હતી. આ અરજીના આધારે કોન્ટ્રાકટરની માટી કામ માટેની બે ફાઈલો પાદરા મામલતદારના અભિપ્રાય માટે જી.ડી.બારીયાને મોકલવામાં આવી હતી દરમિયાન માટી કામનો અભિપ્રાય મેળવવા કોન્ટ્રાકટર મામલતદાર ગલાભાઈ દલાભાઈ બારીયાને મળ્યા ત્યારે આપવા માટે નાયબ મામલતદાર કમજી જીવાભાઈ પારગી દ્વારા રૂ.1.5 લાખની માંગણી કરી હતી.પરંતુ આખરે ૧ લાખમાં વાત સમેટી હતી.

વડોદરા મંગળવાર પાદરા મામલતદાર કચેરી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં હતી મામલતદાર ઓફિસમાં કોઈપણ કામ કરાવવાનું હોય તો પૈસા વગર કામ થતું ન હતું ખાસ કરીને જમીનને લગતી વિવિધ એન્ટ્રીઓ માટે જ્યાં સુધી લાંચ આપવામાં ના આવે ત્યાં સુધી ફાઈલ અથવા કાગળ આગળ વઘતા ન હતાં આ કચેરીમાં એક ઓપરેટરની ભૂમિકા પણ લાંચના માધ્યમ માટે હાવાનું વિગતો બહાર આવી છે. પાદરા મામલતદાર જી.ડી.બારીયા તેમજ નાયબ મામલતદાર કે.જે.પારગી રૂ.1 લાખની લાંચ લેતા ઝડપાતા મહેસૂલ કચેરીઓમાં ચચૉનો વિષય બન્યો છે. ભ્રષ્ટાચાર માટે બદનામ થયેલી આ કચેરીનાં મામલતદારને નિવૃત્તિ માટે માત્ર એક વર્ષ જ બાકી છે જ્યારે નાયબ મામલતદાર પારગીને બે વર્ષ બાકી છે.જો કે તે પૂવૅ જ બંને એસીબીની ટ્રેનમાં ઝડપાઈ ગયા છે

પાદરા મામલતદાર કચેરીમાં મામલતદાર અને નાયબ મામલતદાર બંને રૂ.1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ બાદ એસીબીની અન્ય ટીમો પણ સક્રિય થઈ ગઈ હતી એસીબીએ બંનેના નિવાસસ્થાનના સરનામા મેળવી તેઓની ત્યાં સચૅની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. મામલતદારની કેબિનમાં પણ એસીબી દ્વારા સર્ચ કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *