રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા સાથે રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર
અરવલ્લી જિલ્લાના બાયડ એન એચ હાઇસ્કુલ પાસે રહેતા ગોપાલભાઈ બારોટનો દીકરો ચંદ્રકાન્ત અને તેમના મિત્રો ડાકોર રણછોડરાયના દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ ગળતેશ્વર મહીસાગર નદીએ ગયા હતા. આ સમયે ચંદ્રકાન્ત અને તેના મિત્રો મહીસાગર નદીમાં નહાવા માટે પડયા હતા તે સમયે ચન્દ્રકાન્તનો પગ લપસી જતા પાણીના વહેણમાં તણાયો હતો આ ઘટનાની જાણ થતા તેના પિતા ગોપાલભાઈ બારોટ પહોંચી ગયા હતા. ત્યાં જઈને જોતા તેમનો પુત્ર પાણી પી ગયો હોવાથી મરણ પામેલો હતો ગોપાલભાઈના જણાવ્યા અનુસાર તેમનો પુત્ર ચંદ્રકાન્ત 17 વર્ષનો હતો અને ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. તે ડાકોર ખાતે દર્શન કરવા આવ્યા હતા. ત્યારબાદ નાહવા પડતા ડૂબી જવાથી પાણી પી જતા મરણ પામેલ છે મારે બે પુત્રો હતા જેમાં મોટા પુત્રનું મરણ થયેલ છે અને નાનો પુત્ર અભ્યાસ કરે છે અને તે પોતે પિયાગો લોડિંગ રીક્ષા ચલાવી ગુજરાન કરતા હોવાનું જણાવ્યું હતું આ બાબતે સેવાલિયા પોલીસને જાણ કરતા સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી પી.એમ અર્થે સેવાલિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે સેવાલિયા પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.