રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
મહીસાગર જિલ્લા મથક લુણાવાડા એસ ટી ડેપો મેનેજર હર્ષદ પટેલ અને એ.ટી.આઈ. સોલંકી દ્વારા મહિલાઓના જાતીય શોષણ અટકાવવા થયેલ મુખ્યમંત્રીને સંબોધી મહીસાગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇન્વર્ડ થયેલ અરજી મામલે મહીસાગર જિલ્લા અધિક નિવાસી કલેકટર આર.આર.ઠક્કરે જિલ્લા પોલીસ અધિક્ષકને મહીલાઓનું જાતીય શોષણ કરવા બાબતની અરજીમાં જણાવેલ આત્મવિલોપનની ચીમકીની વિગતો ધ્યાને લઈ તાત્કાલીક તપાસ કરી નિયમોનુસાર ઘટતી કાર્યવાહી કરવા તથા જિલ્લા કલેકટર કચેરીની જાણ હેઠળ અરજદારને યોગ્ય પ્રત્યુત્તર પાઠવવા કરેલ પત્રની અરજીની નકલ સોશિયલ મીડિયા વાઈરલ થતાં ડેપોમેનેજર અને મહિલા કંડકટરોએ સામે આવી અરજીને નકારી કાઢી છે.
મહિલા કંડકટરના નામે લુણાવાડા એસ ટી ડેપો મેનેજર હર્ષદ પટેલ અને એ.ટી.આઈ. સોલંકી દ્વારા મહિલાઓના જાતીય શોષણ અટકાવવા થયેલ મુખ્યમંત્રીને સંબોધી થયેલ અરજીમાં નકલ રવાનામાં પ્રધાનમંત્રીને પોર્ટેલ પર, રાજ્યપાલ, મહિલા આયોગ, એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ મુખ્યમંત્રીના અંગત સચિવ,જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા લખાયું હોવાથી તેમજ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારેલ હોવાથી તપાસના ચક્રો ગતિમાન થયા હતા. જિલ્લા કલેકટર કચેરી ખાતે ૨ જૂનના રોજ ઇન્વર્ડ થયેલ અરજીમાં લુણાવાડા એસ ટી ડેપો મેનેજર હર્ષદ પટેલ અને એ.ટી.આઈ. સોલંકી દ્વારા અરજીકર્તા મહિલા કંડકટરોના પાસે અભદ્ર માંગણી અને મેસેજ કરવા તેમજ તાબે ના થાય તો નોકરીમાં હેરાન કરતાં હોવાથી આ હવસભૂખ્યા અધિકારીઓ વિરુદ્ધ કરવા તેમજ કોઈ કાર્યવાહી ના થાય તો દિન ૧૦માં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તેની નીચે પાંચ મહિલા કંડકટરના નામ લખ્યા હતા.અરજી બાદ તંત્ર એક્શનમાં આવતા દોડધામ મચી હતી. પરંતુ અચાનક આ અરજી અને અધિક નિવાસી કલેકટર કરેલ કાર્યવાહી પત્રની નકલ તીવ્ર ઝડપે સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ હતી. અને લુણાવાડા ડેપોમેનેજર અને અરજીમાં નામ લખેલ મહિલા મહિલા કંડકટરો એ સામે આવી અરજીમાં લખેલ તમામ બાબતોને ખોટી ગણાવી કોઈકે ચાલ રમી હોવાનું જણાવતા કોણે આવી ખોટી અરજી કરી તે તપાસનો વિષય ગણાવતા તપાસ અરજી કોણે કરી અને અરજી સાથે અધિક નિવાસી કલેકટરના જિલ્લા પોલીસ વડાને તપાસ કાર્યવાહી પત્ર કોણે સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા તે દિશામાં તપાસ ફંટાઈ છે.
અરજીમાં લખ્યું છે એવો અમારા ડેપોમાં ઇસ્યુ બન્યો નથી…
આ અરજી અમે કોઈ પણ લેડીસ કંડકટરે કરેલ નથી. અમારા ડેપોમાં આવો કોઈ ઇસ્યુ બનેલ નથી જેણે પણ આ અરજી કરી છે તે ખોટી અરજી કરી છે આ અરજી કોણે કરી તેના વિષે અમારે પણ જાણવું જરૂરી છે.-શ્વેતા પટેલ, મહિલા કંડકટર
અરજી ઉપજાવી કાઢેલ છે કોઈની ચાલ છે….
અમારા ડેપોમાં કર્મચારીઓ વચ્ચે સુમેળ ભર્યું વાતાવરણ છે આ અરજી કોઈકે ઉપજાવી કાઢેલ છે કોઈકની ચાલ છે આ અંગે અમો તપાસ કરી જરૂરી કાર્યવાહી કરીશું-હર્ષદ પટેલ, ડેપોમેનેજર લુણાવાડા
અરજીમાં ડેપો મેનેજર દ્વારા સંતરામપુર ડેપોમાં મહિલા કર્મચારી પાસે બીભત્સ માંગણી સંતોષવા હાલમાં નિવૃત્ત ડ્રાઈવર દ્વારા ખાલી બસ લઇ તેને ઘેર જવાનો મુદ્દો, મોબાઈલમાં બિભત્સ કલીપો દેખાડવી, મહિલા કંડકટરોને મોબાઈલમાં રોજ મેસેજ કરવા, બીભત્સ માંગણી ઉપરાંત મહિલા કંડકટરોની બદનામી થાય તેવા અભદ્ર નામો ઉલ્લ્ખેવામાં આવ્યામાં આવ્યા છે. વિધુર એટીઆઈ દ્વારા અભદ્ર સ્પર્શ, ડેપોમેનેજર હેડક્વાટર્સ છોડી મોડાસા રહેતા હોવાનો તેમજ કર્મચારીઓ પાસે દૂધ,શાકભાજી મફતમાં મંગાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.