ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં યુવાનને મગર ખેંચી જતા મોત નીપજ્યું.

vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ


ડભોઇ તાલુકા માંથી પસાર થતી ઓરસંગ નદીમાં ૫૫ વર્ષીય યુવાનને મગર ખેંચી જતા મોત નીપજ્યું હતું. ડભોઇ તાલુકાના ચાંદોદ પાસે આવેલ ગામડી- ફૂલવાડી ગામે રહેતા કાંતિભાઈ રવજીભાઈ વસાવા ઉ.૫૫ ઓરસંગ નદી ખાતે ન્હાવા ગયા હતા તે દરમિયાન નદીમાં રહેલ વિશાળકાય મગરે તેમને નદીમાં ખેંચી લઈ જઈ હુમલો કર્યો હતો. જે ઘટનામાં કાંતિભાઈનુ મોત થવા પામ્યું હતું. આ પરિસ્થિતિમાં ચાંણોદ ખાતેના નેચરલ હેલ્થ ફાઉન્ડેશન ને જાણ થતાં તેના યુવાનોએ સ્થળ ઉપર પહોંચી જાઈ બે કલાક ની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. સદર બનાવની ચાંદોદ પોલીસ સ્ટેશનને અને ફોરેસ્ટ વિભાગને જાણ થતા તેઓએ પણ સ્થળ પર પહોંચી જઈ તપાસ આદરી હતી. ડભોઈ તાલુકામાં તાજેતરમાં જ મગર દેખાવાના આવા બીજા બનાવથી નદી કિનારે રહેતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *