ડેસરમાં એકટીવાના ચાલકે ડેસર પોલીસને ટ્રાફિક વાહન ચેકીંગ દરમ્યાન આપી ધમકી.

vadodara
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર


આરોપી નવઘણ ભરવાડ_હું વિજિલન્સ નો બાતમીદાર છું તમને સસ્પેન્ડ કરાવી દઈશ, તમે મને ઓળખતા નથી તમારી વર્ધી ઉતરાવી દઈશ, તેમ કહેનાર ડેસર તાલુકાના વરસડા ના માથા ફરેલ સામે પોલીસની કામગીરીમાં અડચણ કરતા આખરે તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ડેસરના વાલાવાવ ચોકડી ખાતે ગઈકાલે સાંજે વાહન ચેકિંગ દરમિયાન વરસડા તરફથી લાલ કલરનું નંબર વગરનું એકટીવા આવતા તેને રોકી પોલીસે તેના ચાલકને હેલ્મેટ તેમ જ લાઇસન્સ અંગેનો મેમો આપતા ચાલક નવઘણ કાળુભાઈ ભરવાડ રહેવાસી વરસડા તાલુકો ડેસર પોલીસ ઉપર ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું, અને પોલીસને ધમકી આપતા જણાવ્યું હતું કે તમે મને રોકનાર કોણ, તમે મને મેમો આપો છો? મને ઓળખતા નથી? હું તમારી વર્ધી ઉતરાવી દઈશ હું વિજિલન્સ નો બાતમીદાર છું વિસ્તારમાં ગમે ત્યાં દારૂ ઉતરાવી કેસ કર્યા બાદ સસ્પેન્ડ કરાવી દઈશ, નવઘણ ભરવાડ એ જોર જોર થી બુમો પાડી લોકોને એકઠા કરી દેતા પોલીસની કામગીરીમાં અડચણ કરતા આખરે તેની સામે પોલીસે ઇપીકો કલમ ૧૮૬ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેણે રાહદારીઓને અને ગળતેશ્વર મંદિરે આવતા શ્રધ્ધાળુઓને માર્ગમાં રોકીને પોલીસમાં છું તેઓ રૂઆબ છાંટીને દાદાગીરી કરેલ છે. તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. હાલ ડેસર પોલીસ અટકાયત કરી લાલ આંખ કરી કડકાઈ થી તાપશ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *