એસ.ઓ.જી પોલીસે એક ઇસમ પાસેથી ૫૦૦-૧૦૦૦ રૂપિયાની જુની રદ કરાયેલી બે લાખની ચલણી નોટો ઝડપી પાડી.

Panchmahal

પંચમહાલ જીલ્લાના હાલોલનગરના પાવાગઢ રોડ પાસે આવેલા મહાદેવ મંદિર પાસે જીલ્લા એસઓજીની ટીમે વડોદરાના ઇસમને સરકાર દ્વારા બંધ કરવામા આવેલી જુની ૫૦૦-૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો સાથે પકડી પાડ્યો હતો.આ અંગે હાલોલ પોલીસ મથકમા ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ એસસોજીની ટીમને હાલોલના પાવાગઢ રોડ પાસે પેટ્રોલિંગમા હતા.તે સમયે તેમને બાતમી મળી હતી.મહાદેવ મંદિર પાસે એક ઇસમ ભારત સરકાર દ્વારા બંધ કરવામા આવેલ જુની ચલણીનોટોનો ગેરકાયદેસર રીતે વહીવટ કરી રહેલ છે.આથી એસઓજી પોલીસે ડમી ગ્રાહક બનાવીને થકી પંચોને સાથે રાખીને તે ઇસમને પકડવા માટે છટકુ ગોઠવ્યુ હતુ.જેમા ડમી ગ્રાહક મંદિર પાસે ઉભા રહેલા ઇસમની સાથે કેવા કારણથી લઇને ફરે છે.?તેનો ઉપયોગ વગેરે ચર્ચા કરીને વાતોમાં રાખ્યો હતો,અને ડમી ગ્રાહકે ઇસારો કરતા જ પોલીસ સહિતના માણસોએ કોર્ડન કરી લીધો હતો.તેની પુછપરછમા તેનૂ નામ રમેશભાઈ પુનાભાઈ પરમાર,તે હાલ બાપોદ હાઉસિંગ મકાન બ્લોક-૧તા.જી વડોદરા ખાતે ભાડેથી રહે છે.મુળ વતન કરેડીયા,બાજવા જી વડોદરા હોવાનુ બહાર આવ્યુ હતુ. તેની પાસે તપાસ કરતા લાલ કલરની પોટલી મળી આવી હતી.જેમા ૫૦૦ રૂપિયાની નોટોના બે બંડલ અને ૧૦૦૦ રૂપિયાની નોટોનૂ ૧ બંડલ મળી આવ્યુ હતુ.આ નોટો કયાથી લાવેલ તે બાબતે પુછતા સંતોષ કારક જવાબ આપ્યો નહી.અને વડોદરા ખોડીયાર નગર ખાતે રહેતા પોતાના મિત્ર અમરભાઈએ પોતાને જુની નોટો આપીને બદલામા હાલોલ ખાતે મહાદેવ મંદિર ખાતે મળી જશે.તેમ પુછપરછમા જણાવ્યુ હતુ. એસ.ઓ.જીએ રદ થયેલી જુની ચલણી કિમંત રૂપિયા ૨,૦૧,૦૦૦ લાખની નોટો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *