રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ
પંચમહાલમાં એક એવો બનાવ બન્યો કે પોતાના પુત્ર ની પત્ની સાથે આડા સંબંધ હોવાને લઈને એક પુત્ર એ પોતાના સગા પિતા ને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવની વિગત એવી છે કે શહેરા તાલુકાના જૂની સુરેલી ગામના પટેલ ફળિયામાં રહેતા રયજીભાઈ શંકરભાઈ પટેલ પોતાના પુત્ર રાયસિંગ ના પરિવાર સાથે રહે છે. 85 વર્ષીય રયજી ભાઈ તેમના પુત્રની પત્ની સાથે ઘરની અંદર આવેલા ખાટલામાં ખોટું કામ કરી રહ્યા હતા.તે દરમિયાન રાયસીંગ આવી જતા તે આવા દ્ર્શ્યો જોતા ગુસ્સામાં આવી ગયો હતો. પોતાના પત્નીના સગા પિતા સાથે આડા સંબંધને લઇને ૫૦ વર્ષીય પુત્ર રાયસિંગ પટેલ એ પોતાના સગા પિતા રયજી ને ઘરની અંદર પડેલ લોખંડનો સળીયો માથાના ભાગે મારી દેતા મોત નિપજ્યું હતું. હત્યારા પુત્રએ પોતાના પિતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જોકે પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી જઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ૮૫ વર્ષીય રયજી પટેલ ની હત્યા કરનાર 50વર્ષીય રાયસીંગ તેના ઘરની નજીક છુપાયેલો હોવાથી માહિતી ના આધારે પોલીસે તેને શોધી કાઢીને પકડી પાડ્યો હતો. એક પુત્ર પોતાની પત્નીના સંબંધને લઇને પોતાના સગા પિતા ને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પણ આરોપી પુત્ર ચહેરા પર કોઈજ દુઃખ જોવા મળી રહ્યું ન હતું. જ્યારે પોલીસ સમક્ષ પણ આરોપીએ ૮૫ વર્ષીય પોતાના સગા પિતા ના તેની પત્ની સાથે ખોટું કામ કરતા તે જોઈ જતા તેને સહન ન થતાં તેને પોતાના પિતાને મારી નાખ્યો હોવાનું જણાવ્યું હતું.હાલ તો જે રીતે નો બનાવ બન્યો છે.તેને જોતા હવે પિતા-પુત્રના સંબંધ પર પણ વિશ્વાસ કેમ કરવો તે એક દાખલો લઈએ તો નવાઈ નહીં..