Panchmahal / ઝાલોદ પંચાલ સમાજની દીકરીએ વલ્ડ ટોપ ફાઈવ કોલેજ માં પ્રથમઆવી સમાજનું નામ રોશન કરતા વિશ્વકર્મા વંશી સેના દ્વારા હાલોલ ખાતે સન્માન કરવા માં આવ્યું.

Dahod Education Halol Latest Madhya Gujarat Panchmahal

એડિટર  : ધર્મેશ વિનુભાઈ પંચાલ


સમાજ નું નામ રોશન કરનાર હેત્વી પંચાલ

ઝાલોદ પંચાલ સમાજની દિકરી હેત્વી ઉપેન્દ્રકુમાર પંચાલ એ વર્લ્ડની ટોપ ડીઝાઈનીંગ કોલેજ પોલીટેકનીકો ડી મિલાનો,ઈટાલીથી માસ્ટર ઇન ફર્નિચર ડીઝાઈનીંગનો અભ્યાસ કરીને પ્રથમ નંબરેઆવીને તેના માતાપિતા  અને  પંચાલ સમાજનું ગૌરવ વધાર્યુછે.



૧૫ ઓગષ્ટ સ્વતંત્ર દિવસ એ પ્રથમ આવનાર હેત્વી પંચાલ ને વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ  પ્રવીણભાઈ પંચાલ દ્વારા  હેત્વીનો વિશ્વકર્મા વંશી સેના ના ગૂજરાત પ્રદેશ મહામંત્રી હેમેશ ભાઈ પંચાલ અને સામગ્ર હાલોલ પંચાલ સમાજની યાદગાર ઉપસ્થિતિમાં પુષ્પ ગુચ્છ અને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે હેત્વીનું આવકારતુ ભાવસભર અભિનંદન કરવામાં આવ્યું, અને તેમની આ મોખરાની યાત્રા માટે શુભેચ્છાઓ આપવામાં આવી.




હેત્વીએ સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે દરેક દીકરી માટે પ્રકાશમય માર્ગદર્શક બની રહે છે.


પંચમહાલ મિરર સમાચાર પત્ર ,  ગૂજરાત નેશન ન્યૂઝ ચેનલ અને ધર્મેશ વિનુભાઈ પંચાલ દ્વારા સમાજ નું નામ રોશન કરનાર  હેત્વી પંચાલ ને શુભેચ્છાઓ અને આવનાર ભવિષ્ય માટે શુભકામના..


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *