રાજપીપળા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં ઘણા દિવસથી નેટ બંધ, ગ્રામ્ય વિસ્તારના લોકોને ધક્કા.

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી, રાજપીપળા

નાંદોદ મામલતદાર કચેરી ખાતે ના જનસેવા કેન્દ્રમાં ચાર દિવસ થી નેટવર્ક ની તકલીફ ના કારણે ઓનલાઈન સેવા ઠપ થઈ ગઈ હોવાથી તાલુકામાંથી આવતા હજારો અરજદારો વીલા મોઢે પરત ફરી રહ્યા છે. રાજપીપળા મામલતદાર કચેરી ના જનસેવા કેન્દ્ર ઉપર સરકારી કામ અર્થે અલગ અલગ દાખલા કે નકલો લેવા આવતા રોજના હજારો અરજદારો ઓનલાઇન સેવા બંધ હોવાના કારણે ચાર દિવસ થી ધક્કા ખાઈ પરત ફરતા જોવા મળ્યા હોય એ બાબતે જવાબદાર અધિકારીઓ દ્વારા સેવા ક્યારે શરૂ થશે એ માટે કોઈ ચોક્કસ દિવસ પણ ન જાણવા મળતા દૂર દૂર ના ગામડાઓમાંથી આવતા લાભાર્થીઓ રોજ સમય,ભાડું બગાડી કચેરીના ધક્કા ખાઈ પરત જઈ રહ્યા હોય સરકારે દરેક બાબત ઓનલાઈન કરી છતાં વારંવારના આવા ધાંધિયા ના કારણે લોકો ના કામ ટલ્લે ચઢી રહ્યા છે. માટે સરકાર બેન્કો, સરકારી કચેરીઓ સહિત ની ઓનલાઈન સિસ્ટમ માં બદલાવ લાવે અથવા બંધ કરી અગાઉ ની જેમ મેન્યુઅલી કામગીરી શરૂ કરે તેવી લોકમાંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *