રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નાંદોદ તાલુકાના ધાનપોર ગામના ખેડૂતોને કરજણ અને નમૅદા ડેમના પાણીના પૂરથી ૪૦૦ હેકટર જમીનનો પાક નાશ પામ્યો ૪૦૦ હેક્ટર જમીનમાં મોટું નુકશાન થતાં ખેડુતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હોય સરકારે ખેડૂતોને આર્થિક સહાય કરવાની જરૂર નાંદોદ તાલુકાના ધાનપોર ગામની ૪૦૦ હેક્ટર જમીનમાં નમૅદા સરદાર સરોવર ડેમના પૂરના પાણી અને કરજણ ડેમ જળાશય યોજનાના પાણીના પૂરથી સૌથી વધારે નુકસાન ધાનપોર ગામના ખેડૂતોને આ પૂરથી થયું છે.
તૈયાર પાક નાશ પામ્યો છે તેમાં કેળ, શેરડી, પપૈયા, કપાસ, તુવેર, શાકભાજી અને અન્ય પાકો પૂરના કારણે ખેતરો ડુબી જવાથી નાશ પામ્યા છે. ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે ખેડૂતોને પાકો નાશ પામતા ઘણુંજ મોટું નુક્સાન થયું છે ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ ગયા છે.લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને તેમની દયનીય હાલત થઈ ગઈ હોય ત્યારે સરકારે વહેલી તકે સહાય કરવાની જરૂર જણાઈ છે. મોંઘાદાટ બિયારણો અને ખાતર,દવા, મહા મહેનતે ઉછરેલા પાકો નાશ થતાં ખેડૂતોની અત્યંત દયનીય હાલત થઈ ગઈ છે કુદરતી આફતે ધાનપોર ગામના ખેડૂતોની કમર તોડી નાખી છે. સરકાર સત્વરે મદદરૂપ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.