બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
ઝરીયા ગામના વાનજી ભાઇ છોટાભાઇ તડવી એ આપેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર વિજય એ જણાવેલ કે મોટા ભાઇના લગ્ન કરાવી આપ્યા છે અને મારા લગ્ન ક્યારે કરાવી આપશો? તેમ કહેતા પિતાએ કહ્યું કે તુ કામ ધંધો કરતો નથી અને જાતે કમાઇને લગ્ન કરી લે જેથી તેમની પુત્રી સીતાબેન વાનજીભાઈ તડવી એ એક છોકરાના લગ્ન કરાવેલ છે અને બીજા છોકરાના લગ્ન પણ તમારે કરાવવા પડશે તેમ બંનેને સમજાવવા જતા દીકરા, દીકરી એ એક સંપ થઇ ઘરમા મુકેલ લોખંડની પાઇપ વડે પિતાને સપાટા મારી ઇજા કરી દાંત પાડી નાંખી ટચલી આંગળી મા ફેક્ટર કરતા કેવડિયા પોલીસે બે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.