રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ
આજરોજ ડભોઇ – દર્ભાવતીના પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ધરમપુરી ગામમાં પીવાના પાણી માટેના બોરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ડભોઇ તાલુકાના ધરમપુરી ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા હતી. આ સમસ્યા બાબતે ગામના અગ્રણીઓ અને સરપંચ એ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને આ બાબતે રજૂઆતો કરી હતી. જેના સંદર્ભમાં ધારાસભ્ય દ્વારા નાગરિકોને પીવાનું પાણી પૂરતું મળી રહે અને નાગરિકોની પીવાના પાણીની સમસ્યા દૂર થાય તેવા ઉદ્દેશથી ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ૨.૫૦ લાખ રૂપિયા ના ખર્ચે પાણીનો બોર મંજૂર કરાવ્યો હતો. જેથી પીવાના પાણી માટે ના બોરનું ધારાસભ્ય ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેથી ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ હતી. આ પ્રસંગે ભાજપના અગ્રણી અશ્વિનભાઈ વકીલ, ગામના સરપંચ, અગ્રણી નેતાઓ કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.