રિપોર્ટર : મહેન્દ્ર સોલંકી, વડોદરા
પાણીગેટ પોલીસ મથકની હદ વિસ્તારમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોકકસ માહિતી ક્રાઇમ બ્રાન્ચ ને મળતા પોલીસે દરોડો પાડયો હતો અને રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કયોં હતો પાણીગેટ પોલીસે રૂપિયા ૧૨૨૩૦ ની કિંમતના સવા કિલોના ગાંજા સાથે ૧૫,૪૨૩ રૂપિયાની મત્તા કબ્જે કરી આરીપીની એન.ડી.પી.એસ એકટના ગુનામાં અટકાયત કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસ ને ચોકકસ માહિતી મળી હતી કે સોમા તળાવ પાસે આવેલી હનુમાન ટેકરી માં રહેતો ઘનસુખ પ્રજાપતિ પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો પડયો છે અને તે ગાંજાની પડીકી બનાવી તેનું વેચાણ કરે છે. જેના આઘારે પોલીસે દરોડો પાડી ઘનસુખ પ્રજાપતિ ને ઝડપી પાડયો હતો અને મકાન માં તપાસ કરતાં રૂમના પેટીપલંગ માંથી ગાંજાની છ કોથળીઓ તેમજ રોકડા રૂપિયા ૩૧૧૮ મળી આવ્યા હતા પોલીસે ખાતરી કરતાં ગાંજાની કિંમત ૧૨૨૩૦ અને ૧.૨૨૩ કિલોગ્રામ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે કુલ ૧૫,૪૨૩ રૂપિયાની મત્તા કબજે કરી આરોપીની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછતાછ દરમિયાન તેણે આ ગાંજાનો જથ્થો મૂળ ઓરિસ્સાના રહેવાસી અને સુરત ખાતે રહેતા અજણ્યા વ્યકિત પાસેથી ખરીઘો હોવાની કબૂલાત કરતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કયોં હતો.