રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં ૧૪ મું નાણાપંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી સ્મશાન શેડ રીટેઈનીંગ વોલ કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહીતનું એક કરોડ બાર લાખ એંસી હજારના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવેલ હતું. જેનું નગરપાલિકા પ્રમુખ, પુર્વ પ્રમુખ, ધારાસભ્ય, પુર્વ ધારાસભ્ય, રાજકીય સામાજીક આગેવાનો શહેરીજનોની ઉપસ્થિતિમાં તા. ૯.૨.૨૦૨૦ ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે લોકાર્પણ બાદ માત્ર છ મહીનાથી જ ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં રહેતી હોય ક્યારેક શરૂ હોય ત્યારે ધુમાડો બહાર જવાને બદલે અંદર જ ફેલાતો હોય છે. વરસાદી માહોલમાં છતમાંથી પાણી પડે છે તેમજ ડીઝલ ભઠ્ઠીનું બાંધકામ પણ નબળું હોય દિવાલોમાં તિરાડો સાથે લાદી ઉખડી ગયેલછે જેથી બાંધકામ નબળું હોવાનું જણાઈ રહ્યું છે, જે બાબતે વેપારી અગ્રણી રાજુભાઈ બોદર દ્વારા કેશોદ નગરપાલિકા કચેરી ધારાસભ્ય સાંસદ નગરપાલિકા નિયામક સહીતને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ હલ ન આવતા ફરીથી રજૂઆત કરી જણાવેલ કે આગામી પંદર દિવસ નિરાકરણ નહી આવે તો કેશોદની સામાજીક કાર્યકરો સામાજીક સંસ્થાઓ અને શહેરીજનોને સાથે રાખી મંજુરી મેળવી સ્મશાનમાં ધુન બેસાડી ઉગ્ર વિરોધ કરવામાં આવશે. તેવી ચિમકી ઉચ્ચારી હતી જે મુદે તાજેતરમાં સ્મશાનમાં રામધુનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. તે બાદ હાલમાં જરૂરી કામોનું રીપેરીંગ કામગીરી શરૂ કરવામા આવી છે. અગાઉ ડીઝલ ભઠ્ઠીમાં જરૂરી ઈંટો સહિતનું મટીરીયલ હલકી ગુણવતાનું વાપરવામાં આવ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે તેમજ હાલમાં થઈ રહેલ કામગીરી બાદ આશરે ચાર વર્ષ સુધી ખામી નહી સર્જાય તેવું કારીગરનું અનુમાન છે.
નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં એક કરોડથી વધુના ખર્ચે નવ નિર્માણ થયેલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે જેમાં જણાતી તમામ ક્ષતીઓ નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે દુર કરવામાં આવશે તેવુ લાગી રહ્યું છે.