જીતુ પરમાર મંગરોળ
જુનાગઢ માંગરોળ રામાનંદિ સાધુ સમાજ દ્વારા મામલતદાર માંગરોળને આવેદનપત્ર અપાયું. કર્મકાંડી બ્રાહમણો તેમજ ટ્રષ્ટના મંદિરોમાં સરકાર દવારા સહાઇ ચુકવવાની જાહેરાત કરાઇ છે ત્યારે ગામડાના રામ મંદિરો શિવ મંદિરોના પુજારીઓને પણ સરકાર સહાઇ કરે તેવી માંગ કરી. કોરોના મહામારીમાં મંદીરો અને કર્મકાંડની કામગીરી બંધ હોવાથી આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ સાથે સાધુ સમાજ દવારા મામલતદાર માંગરોળને આવેદનપત્ર અપાયું.
