રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ તાલુકાના ખમીદાણા ગામે પ્રાથમિક શાળામાં ગત રાત્રીના મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓ વિશે સ્ક્રીન પર ઓડીયો વિડિયોના માધ્યમથી રજુ કરવામા આવેલ હતો. તથા સાંસદની ગ્રાંટમાંથી કરેલ કામોની તથા જે તે વિસ્તારોમાં જે કામો બાકી છે તેવા કામોની તથા રાજકીય આગેવાનો ખેડુતોની રજુઆતો સાંભળી હતી, સાથે કૃષિ બીલ ખેડુતોને ફાયદારૂપ છે જેનો વિરોધ ન કરવાની સાથે ખેડુતોને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતાં. મીટીંગ પુર્ણ થયા બાદ પરબતભાઇ પીઠીયાની વાડીએ ખાટલા બેઠક યોજી ચુંટણી લક્ષી ચર્ચા કરી હતી સાથે ખેડુતો રાજકીય આગેવાનોના પ્રશ્નો સાંભળી વહેલી તકે ઉકેલ લાવવા સાંસદે ખાત્રી આપી હતી. ખાટલા બેઠક પુર્ણ થયા બાદ ખમીદાણા ભકિત જ્ઞાન ભવન આશ્રમની મુલાકાત લીધી હતી. ખમીદાણા ગામે સાંસદ રમેશભાઈ ધડુકે બે કલાકથી વધુ રોકાણ કર્યું હતું. જે કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દેવાભાઈ માલમ, પુર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પુર્વ ધારાસભ્ય વંદવાબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલીયા, જીલ્લા બાંધકામ સમિતિ ચેરમેન કેળવણીકાર જેઠાભાઈ પાનેરા, પુનિતાબેન પીઠિયા, સરપંચ યુનિયન પ્રમુખ રામભાઈ હડિયા, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ સહીતના હોદ્દેદારો સરપંચો ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.