રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
છેલ્લા ૭ વર્ષથી ચોમાસા દરમિયાન રોડની હાલત અતિ બિસમાર થાય છે છતાં કોઈ પગલાં લેવાતા નથી. વેરાવળ કોડીનાર હાઇવે અતિ બિસ્માર હાલતમાં હોવાથી અને ખાડાપડી જવાથી વાહન નીકળતાની સાથે જ ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે જેથી રાહદારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમજ આ હાઇવે પર થી રોજના હજારો વાહનોની અવર જવર રહેવાથી તેમજ ખાનગીકંપનીઓના ભારે લોડેડ વાહનોની અવર જવર રહેતા ભારે ડસ્ટ ઊડતી રહે છે તેમજ ટ્રાફિક જામ થવાના બનાવો પણ બનતા રહે છે તેમજ રોડની બંને સાઈડમાં પાનના ગલ્લાઓ, ચા ની લારીઓ, ખાણી-પીણીના સ્ટોલ, શાકભાજી ના સ્ટોલ, ફ્રુટ સ્ટોલ અને ફેરિયાઓ વગેરે લોકો રોડ
પર ધંધો કરી ગુજરાન ચલાવે છે. જેથી આ ઊડતી ધૂળની ડમરીઓથી તમામ નાના મોટા વેપારીઓનું આરોગ્ય જોખમાય રહ્યું છે. રોડ છેલ્લા 7 વર્ષથી ચોમાસા દરમિયાન આજ હાલત માં થઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. જેથી વારંવાર રજૂઆતો કરવાથી ખાનગી કંપનીઓ દ્વારા સવાર સાંજ પાણીનો છંટકાવ કરવામાં આવતો હતો જેથી થોડી ઘણી ઊડતી ધૂળની ડમરીઓથી રાહત મળતી હતી. તો કંપનીઓ દ્વારા પાણીનો છટકાવ પણ કોઈ
કારણો સર બંધ થતાં ફરી આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડવા લાગતા ગામલોકો તેમજ રાહદારીઓ ત્રાહિમામ થતા આજે બપોરે ગામના સરપંચ અને યુવાનો તેમજ આગેવાનો દ્વારા અબુજા કંપનીના ટીસીરોકી યુવાનો રોડ પર બેસી ગયા હતા અને રોડ રોકો આંદોલન
કરાયું અનેક વખત રજુઆતો કરવા છતાં સ્થિતિ તેમની તેમ જ છે. જો દિવસ માં બે વાર પાણીનો છંટકાવ કરવામાં આવે તો રાહદારીઓને જે ધુડની ડમરીનો સામનો કરવો પડી રહ્યો છે તે ન કરવો પડે. છતાં કોઈ પગલાં લેવાતા નથી તો શુ તંત્ર ને ધ્યાને નથી આવતું કે પછી આંખ આડા કાન કરી બેઠા છે. જો આમ કરવા છતાં જો યોગ્ય પગલાં નહીં લેવાય તો સંપૂર્ણરોડ રોકો આંદોલન કરવા માં આવશે.