ડિજીટલ સેવાસેતુ હેઠળ ભાવનગરના 10 તાલુકાના 104 ગ્રામ્ય વિસ્તારનો કરાયેલો સમાવેશ.

Bhavnagar
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

‘માનવી ત્યાં વિકાસ’ અને ‘વંચિતોના વિકાસ થકી દેશના વિકાસ’ અગ્રેસર રાખી રાજય ના તમામ ગામડાઓને શહેરી દરજ્જાની સુવિધાઓથી સજ્જ કરવાની નેમ સાથે કાર્યરત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાાણીના નેતૃત્વ હેઠળની રાજય સરકાર દ્વારા વિકાસના પથ પર એક કદમ આગેકુચ કરી રાજયના ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલી ક્રાંતીના મંડાણ કરાઇ રહ્યા છે.
રાજયના જરૂરીયાતમંદ લોકોને મળતી સરકારી સહાય યોજના માટે જરૂરી આનુષંગીક દસ્તાવેજો અને દાખલાઓ માટે તાલુકા કે શહેર કક્ષાએ આવેલી કચેરીઓની મુલાકાત લેવી ન પડે અને એક જ સ્થળે તેઓના તમામ મુશકેલીઓનું નિવારણ થાય તે માટે નિર્ણાયક અને પારદર્શક વહિવટની અમલી બનાવવા કૃતનિશ્ચયી મુખ્યમંત્રી રૂપાણીએ તબક્કાવાર સેવાસેતુનો પ્રારંભ કરાવેલો હતો. આ સફળ અને પરીણામલક્ષી યોજનાને આગળ વધારતા હાલની આધુનિક ડિઝીટલ ક્રાંતીનો વિનયેાગ વંચીતોને સહાયરૂપ બનવા કરાયો છે.
આ આયોજન અન્વયે રાજયના કુલ ૧૬૭ તાલુકાઓના ૨૭૯૧ ગામડાઓમાં ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકાઓના ૧૦૪ ગામડાઓનો સમાવેશ કરાયો છે.

ઉલલેખનીય છે કે સેવાસેતુ અન્વયે રાશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા, સરનામું બદલાવવું, રાશનકાર્ડ અલગ કરવું, ભાષાકિય લધુમતીનો દાખલો, ધાર્મિક લઘુમતીનો દાખલો, આવકનો દાખલો, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર મુખ્યમંત્રી કૃષિ સહાય માટેનો દાખલો વગેરે જેવી ૨૨ જેટલી સેવાઓ હવે ડિજિટલી સેવાસેતુ અન્વયે હવે ગ્રામ્ય વિસ્તારમાં આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મિનીમમ ગર્વમેન્ટ મેકસીમમ ગર્વનન્સના મંત્રને આના પરિણામે વધુ બળ મળશે તેમજ સરકારી કચેરીઓમાં હ્યુમન ઇન્ટરફેસ ઓછુ થઇ જશે અને કચેરીમાં ગયા વિના જ ઘરેબેઠા સુવિધા સેવા મળવાથી ૧૦૦ ટકા ફેઇસ લેશ અને પેપર લેશ વર્કીંગ સિસ્ટમ ગુજરાતમાં અમલી થશે.

મુખ્યમંત્રીએ હવે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડિજિટલ ઇન્ડીયાના સપનાને સાકાર કરવામાં અગાઉની યોજનાઓની માફક અગ્રેસર બની અન્ય રાજાયે માટે માર્ગદર્શક બનવા આહવાન કર્યું છે. આ માટે રાજ્યના ગામડાંઓમાં ૧૦૦ MBPSના હાઇસ્પીડ ઇન્ટરનેટ સરળતાએ મળી રહે એ માટે ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડાણો આપવામાં આવશે. અત્યાર સુધીમાં ૩૨૯૬૧ કિ.મી. અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક દ્વારા ર૩ જિલ્લાની ૭૬૯ર ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ છે. આ ડિઝીટલી ક્રાંતી વડે રાજયના તમામ ગામડાઓ શહેરીકક્ષા વિકાસ થકી વિશ્વગ્રામ બનવાનો માર્ગે અગ્રેસર બનશે.
આ જ છે વંચિતોના વિકાસ થકી સર્વાંગી વિકાસની હરણફાળ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *