જુનાગઢ : કેશોદના અગતરાય મેસવાણ ગામને જોડતા માર્ગમાં રેલ્વે ફાટક પર અંડરબ્રીજ બનાવવા માંગ.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

ડિઆરએમ ભાવનગરને કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી.

કેશોદ શહેર મધ્યેથી પસાર થતી રેલ્વે બ્રોડગેજ લાઈનનાં કારણે શહેર અને આસપાસના વિસ્તારો બે ભાગમાં વહેંચાઈ ગયેલાં છે. કેશોદના રહિશો અને વાહનચાલકો પુર્વ દિશામાંથી પશ્ચિમ દિશામાં આવવા જવા માટે રેલ્વે ફાટકનો ઉપયોગ કરવામાં આવે છે. કેશોદ રેલ્વે સ્ટેશનથી જુનાગઢ તરફ જતાં આવેલ બ્રોડગેજ લાઈન પર અગતરાય થી મેસવાણ ગામને જોડતા માર્ગમાં આવેલ રેલવે ફાટક નંબર ૯૯ ને માનવરહિત બનાવવાની પેરવી ચાલી રહી હોય ત્યારે કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં ભાવનગર પશ્ચિમ રેલવેના ડિવીઝનલ મેનેજરને રજુઆત કરી કેશોદ કાયમી ધોરણે ઉકેલ લાવવા અંડરબ્રીજ બનાવવા માંગ કરી છે. કેશોદ રેલ્વે સ્ટેશનથી જુનાગઢ તરફ જતા આવેલાં રેલવે ફાટક નંબર ૯૯ પરથી આસપાસના વિસ્તારમાં આવેલા ખેડૂતો, પશુપાલકો અને વાહનચાલકો ઉપયોગ કરે છે ત્યારે આ ફાટકને અંડરબ્રીજ બનાવવા માં આવે તો ઉપયોગી અને સુવિધાસભર બની રહેશે. કેશોદ શહેરમાં જુનાગઢ તરફની ખેતીની જમીનો રહેણાંક હેતુ માટે બિનખેતી વધું પ્રમાણમાં થઈ રહેલી હોય જેથી વિકાસ પામતાં વિસ્તારમાં આવનારાં દિવસોમાં કેશોદ શહેરમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા રીંગ રોડ બનાવવા માટે આ રેલ્વે ફાટક ઉપયોગી થશે અને ભારે વાહનો શહેર બહારથી જ આવજાવ કરી શકે એવી વ્યવસ્થા અંગે રજૂઆત કરી કેશોદ હિતરક્ષક સમિતિ ના કન્વીનર રાજુભાઈ પંડ્યા એ રેલવે અધિકારીઓ ઉપરાંત ધારાસભ્ય અને સાંસદ ને પણ રજુઆત કરી છે. કેશોદ શહેરના ખેડૂતો અને પશુપાલકો ત્થા વાહનચાલકો માટે હકારાત્મક અભિગમ અપનાવીને પગલાં ભરવામાં આવે છે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા કેશોદ રેલ્વે સ્ટેશન ને લગતાં સંખ્યાબંધ પ્રશ્નો અંગે રજૂઆત કરી જરૂર પડે ત્યારે આંદોલન કરીને પરિણામ મેળવી મુસાફરો ને વધુ સુવિધાઓ આપવામાં સફળતા મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *