દેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુન્હાઓમાં ૨૦૧૮ની તુલનાએ ૨૦૧૯ માં ખૂબજ મોટો વધારો જોવા મળ્યો છે. ૨૦૧૯માં દુષ્કર્મ પીડિતાઓની સંખ્યામાં વધારો થયો છે જેમણે કહ્યું કે, તેમની સો એક જ વ્યક્તિદ્વારા એકી વધુવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સબ્યુરો(એનસીઆરબી) દ્વારા ક્રાઈમઇન ઇન્ડિયા ૨૦૧૯ રિપોર્ટ રજૂકરવામાં આવ્યો છે. જેમાં આ અંગે ખુલાસો થયો છે. ૨૦૧૮ના રિપોર્ટમાં આવા પ્રકારના કેસની સંખ્યા ૩૦ હતી. જે ૨૦૧૯માં વધીને ૬૨ પહોંચી ગઈ છે. તો સામુહિક દુષ્કર્મના કેસની સંખ્યા ૨૦૧૮ માં ૭ જે વધીને ૨૦૧૯માં ૧૪ ઈ ગઈ. દુષ્કર્મની ઘટનાઓનું એનાલિસિસ જણાવે છે કે, ૯૬.૪ ટકા પીડિતા તેઓની સાથે આ ઘૃણાસ્પદ કૃત્ય આચરનારને ઓળખતી હતી. આ ઘટનાઓમાં એક પીડિતા સાથે જ્યારે દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે તે ગર્ભવતી બની હતી. જ્યારે ૪ પીડિતા શારીરિક કે માનસિક અસ્વસ્ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના બે મુખ્ય શહેરો સુરત અને અમદાવાદમાં મહિલાઓ વિરુદ્ધ ગુન્હામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં મહિલાઓ વિરુદ્ધના ગુન્હા માંએક જ વર્ષમાં ૪૨ ટકાનો વધારો આવ્યો છે. ૨૦૧૮ માં સુરતમાં ૭૧૨કેસ નોંધાયા હતા જેની સામે ૨૦૧૯માં સુરતમાં ૧૦૧૫ કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં પણ ૨૦૧૮ના ૧૪૧૬ કેસની સામે ૨૦૧૯માં ૧૫ ટકા વધારે કેસ સાથે ૧૬૩૩ કુલ ગુન્હા નોંધાયા છે. જો તુલનાત્મક વાત કરવામાં આવે તો ગુજરાતમાં આઈપીસી, સ્પેશિયલ કાયદા અને લોકલ કાયદા હેઠળ નોંધાયેલા ગુન્હાઓમાં એક વર્ષમાં કુલમળીને ૫.૬ ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં ૨૨ ટકાનો વધારો યો છે. જેમાં ૨૦૧૮ ના ૬૮ કેસની સામે ૨૦૧૯ માં ૮૩ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં આ મામલે ૮.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. અહીં ૨૦૧૮ના ૪૬ કેસની સામે ૨૦૧૯માં કેસની સંખ્યા ઘટીને ૪૨ કેસ નોંધાયા છે. એ સી આર બીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૬૨ પીડિતા એવી છે જે બીજી વાર દુષ્કર્મનો શિકાર બની હોય. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯ના અરસામાં દુષ્કર્મની સાથે હત્યાની ચાર ઘટનાઓ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં આવી એક ઘટના બની છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯માં માસૂમ બાળકીઓ પર દુષ્કર્મની ૧૫૩૯ ઘટનાઓ બની હતી, જ્યારે સેક્સુઅલ ઓફેન્સને લગતી અન્ય કલમો સાથે ની ૨૨૫૩ ઘટનાઓ બની છે, બાળકીઓ પરના દુષ્કર્મના કેસ મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. રાજ્યમાં બાળકો વિદ્ધના ગુામાંપણ વધારો નોંધાયો છે. રાજ્યમાં પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ(પોસ્કો) એક્ટ હેઠળ નોંધાયેલા ગુન્હામાં વાર્ષિક ૫ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૧૯માં કુલ ૨૨૨૭ કેસ પોસ્કો હેઠળ નોંધાયા છે. જેમાં ૧૫૩૯ કેસ દુષ્કર્મ, ૩૩૭ કેસ સેક્સ્યુઅલ એસોલ્ટ, ૨૫૮ કેસ શારીરિક છેડછાડ અને ૯ કેસ ચાઇલ્ડપો પોનોગ્રાફીના છે. જ્યારે રાજ્ય પોલીસ વિભાગનાડેટા મુજબ જુલાઈ,૨૦૨૦ સુધીમાં આ વર્ષે ૩૦૭ જેટલા દુષ્કર્મ કેસ નોંધાયા છે. જેને માસિક રેટમાં જોવામાં આવે તો મહિને અંદાજીત ૪૪ દુષ્કર્મના કેસ રાજ્યમાં નોંધાય છે. આ ડેટા ૨૦૧૯ના ડેટા બરોબર છે. સૌથી વધુ ઘટનાઓ મહારાષ્ટ્રમાં ૨,૮૩૨ બની છે. બીજા નંબરે ઉત્તરપ્રદેશમાં ૨,૦૨૩, ત્રીજા ક્રમેકર્ણાટકમાં ૧,૪૫૭ અને ચોથા ક્રમે ગુજરાતમાં ૧,૪૫૬ ઘટનાઓ બની છે. આ ઉપરાંત ઓડિસામાં ૧,૪૨૭,પશ્ચિમ બંગાળમાં ૧,૩૭૮,છત્તીસગઢમાં ૧,૨૧૪, તેલંગાણા માં ૧,૧૪૦, હરિયાણામાં ૧,૦૬૮,મધ્યપ્રદેશમાં ૧,૦૪૭ ઘટનાઓ બની હતી.