દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને આવશ્યક સેવાઓ સિવાયના ધંધા-રોજગાર બંધ છે. રોજ કમાઈને ખાનારા લોકોની આવક બંધ થઈ જતા તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે અનેક સેવાભાવી વ્યક્તિઓ-સંસ્થાઓએ આ શ્રમિકો-કામદારોને બે ટંકનું ભોજન મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે સરકારના સહયોગમાં કાર્યરત થયા છે.પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવાવ-રીંછવાણી વિસ્તારના લોકો કડિયા કામ,મજૂરી સાથે સંકળાયેલા છે. હાલ લોકડાઉનના કારણે મજૂરી મેળવવાનું કપરૂ બન્યું છે ત્યારે આ વિકટ પરિસ્થિતમાં ત્યાં ના લોકોને ભૂખ્યા ના રહેવું પડે એ માટે રીંછવાણી ખાતે ખાનગી દવાખાનું ચલાવતા ડો.ઈશ્વર ભાઈ બારીયાએ લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવા સાથે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડો. ઈશ્વરભાઈ છેલ્લા 5 વર્ષ થી રીંછવાણી ખાતે ખાનગી દવાખાનું ચલાવી રહ્યા છે. ખાનગી ડોક્ટર્સ માટે સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરતા તેઓ હાલ ચાલી રહેલ કોરોનાના સંકટ વચ્ચે તેઓ સવારે 7 થી 12 વાગ્યા સુંધી પોતાનું કિલનીક ચાલુ રાખી રહ્યા છે. તે ઉપરાંત તેમણે રીંછવાણી ગામના સેવાભાવી યુવાનો તેમજ રીંછવાણી ગામના સરપંચના સહયોગથી ગામના 100 જેટલા જરૂરિયાતમંદ લોકોને રાશન કિટનું વિતરણ કર્યું હતું. આ વિતરણમાં ટેમ્પરેચર ગન થી હાજર તમામના શરીરનું તાપમાન પણ માપવામાં આવ્યું હતું.
પળે…પળ… ના સમાચાર ને વાંચવા માટે અમારા પંચમહાલ મિરર ના ગ્રુપ માં જોડાવ …ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક એ ક્લિક કરો….
https://chat.whatsapp.com/Eu06nBNR3eQ6ggfgvIfTVH
Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel Krishna GTPL NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.