રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નોકરી આપવાની વાત કહી સિક્યોરિટી ની તાલીમ માં મોકલ્યા બાદ આદિવાસી યુવાનો છેતરાયા હોવાનો આક્ષેપ.
આદિવાસી યુવાઓ ની વ્યથા : સ્ટેચ્યુ ખાતે સિક્યુરિટી ની નોકરી આપવા ટ્રેનિંગ માં મોકલ્યા બાદ કોઈ પૂછતું નથી
ટ્રાઇબલ ની ગ્રાન્ટ માં ભ્રષ્ટાચાર થયો હોવાનો આદિવાસી યુવાનો નો આક્ષેપ સાથે જિલ્લા કલેકટર ને આવેદન
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિકોને રોજગારી આપવામાં આવશે તેવી સરકાર દ્વારા વાતો થઇ રહી છે જેની વચ્ચે એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં આદિવાસી યુવાનોને સિક્યોરિટી ની ટ્રેનિંગ આપ્યા બાદ નોકરીએ ન લેવાતા હોવાનો યુવાનો આક્ષેપ કરી રહ્યા છે ઉપરાંત ટ્રાઇબલ ખાતામાંથી તેમના નામે ગ્રાન્ટ ખવાઈ ગઈ હોવાનો પણ તેઓ એ આક્ષેપ કર્યો છે તેઓએ આ બાબતે નર્મદા જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવ્યું છે કે ગયા વર્ષે નર્મદા જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા રાજપીપળા પ્રાયોજના વહીવટદાર ની કચેરી ટ્રાયબલ સબ પ્લાન ના સહયોગથી જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જિનસી વિલિયમ ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી વિષય સંદર્ભે તાલીમ માટે ઓક્ટોબર ૨૦૧૯ માં રક્ષા એકેડમી તરફથી રાજપીપળા ખાતે મોકલાયા સિક્યોરિટી સર્વિસ ની પસંદગી પામેલ ૩૦ જેટલા યુવાનો ને આંધ્રપ્રદેશ ખાતે તાલીમ મા લઈ જવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે તાલીમ બાદ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમને સિક્યોરિટી માટે નોકરી પર રાખવામાં આવશે પરંતુ આજે આ વાતને એક વર્ષ પૂરું થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે સિક્યુરિટી એજન્સી કાર્યરત છે જેમાં અમને કોઈ પૂછતું પણ નથી અમે એજન્સીના લોકોને વારંવાર સવાલ પૂછતા યોગ્ય ઉત્તર પણ મળતો નથી આમ અમને પ્રતિત થઈ રહ્યું છે કે અમારી તાલીમ અને અમારા નામે ખાલી ટ્રાયબલ ડિવિઝનમાંથી ગ્રાન્ટ ઉપાડવા માટે આવી હતી આમ કોઈ ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે જેથી હવે આપ અમને સાત દિવસમાં યોગ્ય નોકરી ન આપી શકો તો અમારા નામે જે ગ્રાન્ટ ખાવામાં આવી છે અમને પાછી આપવામાં આવે તેવી માંગ સાથે નર્મદા જિલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું.