નર્મદા: રાજપીપળા રાજરોક્ષી સર્કલ થી હરસિધ્ધિ મંદિર તરફના વળાંક માં એક હાઈવા ટ્રક દુકાનમાં ઘૂસી જતા નુકસાન..

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

સદનસીબે આ ઘટના આજે વહેલી સવારે બની નહીતો ભરચક અવર જવર વાળા આ વિસ્તાર માં મોટી દુર્ઘટના સર્જાઈ હોત

વારંવાર અકસ્માતો કરતા બેફામ જતા હાઈવા ટ્રકો પર કંટ્રોલ જરૂરી,અગાઉ કેટલાય લોકો એ જીવ ગુમાવ્યા છે.

રાજપીપળા : સોમવારે વહેલી સવારે લગભગ 4:30 વાગે એક હાઈવા ટ્રક સુરત થી રાજપીપળા માં આવતા જ હરસિધ્ધિ માતા ના મંદિર તરફ ના વળાંક ઉપર ચાલાક ને ઝોકું આવ્યું હોય કે ગમે તે કારણોસર ગીતા રેસ્ટોરન્ટ અને બાજુની એક દુકાન ના ઓટલા સાથે ધડાકા ભેર અથડાતા ટ્રક અને દુકાનો ને નુકસાન થયું હતું સદનસીબે આ ઘટના મળસ્કે બની નહિ તો આ ટ્રાફિક થી ભરચક વિસ્તાર હોવાથી જો ઘટના મોડી બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત

જોકે સુરત થી રેતી ભરવા આવતા તોતિંગ હાઈવા ટ્રક હંમેશા પુરપાટ જ જતા હોય છે જે વારંવાર અકસ્માત કરે છે અને અગાઉ કેટલાયના ભોગ પણ લીધા છે છતાં તંત્ર નિયમ મુજબ તેની ગતિ મર્યાદા સહિત પર કાબુ લગાવવા માં જાણે નિષ્ફળ રહ્યું હોય એમ હજુ આવા ટ્રકો દ્વારા અકસ્માતો નો સિલસિલો ચાલુ જ રહ્યો છે ત્યારે પોલીસે આવા બેફામ જતા ભારે વાહનો પર રોક લગાવવી જરૂરી જણાય છે.

જોકે અકસ્માત જોવા એકઠા થયેલા લોકો ના જણાવ્યા મુજબ રાજપીપળા શહેરના કેટલાક માર્ગો પહોળા થાય એ જરૂરી છે અને રેતી ભરી બેફામ આવતા જતા ટ્રકો ની ગતિ મર્યાદા પણ કંટ્રોલ કરવી જોઈએ નહીં તો ક્યારેક મોટી દુર્ઘટના બને તો તેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી બેસે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *