નર્મદા: જંગલ જમીનની સનદ ધરાવતા દેડીયાપાડાના ખેડૂતોને રેવેન્યુમાં સમાવી સરકારી લાભો મળે તે બાબતે કલેકટરને આવેદન આપવામાં આવ્યું.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

રાજપીપળા દેડીયાપાડા તાલુકાના જંગલ ખાતાના સનદ ધરાવતા ખેડૂતોને સરકાર ના લાભ મળે તેવી રજૂઆત સાથે તાલુકાના ખેડૂતો તેમજ સરપંચ પરિષદ દક્ષિણ ઝોન ગુજરાત ના પ્રમુખ નિરંજનભાઈ વસાવાના નેજા હેઠળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધતું એક આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. આવેદન માં જણાવ્યું છે કે દેડીયાપાડા તાલુકાના ૮ ગામના ખેડૂતો વર્ષોથી જંગલની જમીનો ખેડતા આવ્યા છે અને પાક લેતા આવ્યા છે તેઓ પાસે જંગલની સનદ હોવા છતાં તેમને સરકારના લાભો મળતા નથી જેથી આ ખેડૂતોની માંગ છે કે તેમને રેવન્યુ માં સમાવવામાં આવે માટે સરકારના તમામ લાભો મળે તેવી રજૂઆત કરી હતી, ઉપરાંત આવનાર સમય માં જ તેમની આ માંગ નહીં સંતોષાય તો આવનારી ચૂંટણી ઓનો બહિષ્કાર કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *