રિપોર્ટર: આદિલખાન પઠાણ,બાબરા
વીભાભાઈ નથુભાઈ ગળીયા અને હીતાભાઈ વીભાભાઈ ગળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવમાં આવી છે.
બાબરાના કોટડાપીઠા ગામે હરજીભાઇ નનકાભાઈ ગળીયા જે પશુપાલનનો ધંધો કરે જેવોને માલઢોર ચારાવવા બાબતે મનદુ:ખ ચાલતુ હોય અને મંદિર દર્શન કરવા ગયેલ હોય ત્યારે સામાવાળાએ પહેલા નુ મનદુ:ખ ના કારણે ગાળો બોલી અને માર મારવા લાગેલ ત્યારે તેજ ગામમાં રહેતા ધુધાભાઈ પોલાભાઈ ત્યાથી નિકળતા તેવો અમને આ મારમાથી બચાવેલ અને આ બંને સામાવાળા જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી અને કોટડાપીઠા ગામે ગૌચરની જમીનમાં પોતાનો હક કરવા માંગતા હોય અને તેમાં કોઈને માલ સારવાર ન દેતા હોય અને ગરીબ લોકોની મિલકત પડાવી લેતા હોય જેના કારણે કોટડાપીઠા ગામના માલધારી સમાજના આગેવાનો આ બાબતે ઠપકો મળતા માલધારી સમાજના આગેવાનોએ આ કુટુંબને તેના સમાજથી દૂર કર્યા છે અને અમારા ઉપર અવાર નવાર ખોટી ફરિયાદ કરે અને અમારા જાનનુ જોખમ છે અને આ લોકો ખોટી રીતે પેપરમા એવુ લખાવે છે કે અમારે સમાધાન થઇ ગયેલ છે પણ આ બાબતે અમારે કોઈ સમાધાન થયેલ નથી.
