રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા મત વિસ્તારમાં રાજુલા સાવરકુંડલા રોડ પર આવેલ ઝાપોદર પુલ જર્જરિત થતા તાકીદે ડાઇવર્જન કાઢવા તેમજ નવો પુલ બનાવવા માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ને રજુઆત કરી હતી. તાકીદે આ પુલ યોગ્ય કરવા સરકાર દ્વારા કાર્યવાહી શરૂ થનાર છે ત્યારે પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે તંત્ર સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. તેથી તેમાં આ બધી મુશ્કેલીઓ જે પુલ બનાવતા સમયે પ્રજાને ભોગવવી પડશે તેવું પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ નાયબ મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવી હતી.