રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
વિજ્ઞાન પ્રસાર નેટવર્ક, દિલ્હી પ્રેરિત નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્ટિસ્ટ, જમ્મુ કાશ્મીર આયોજિત ‘ સિમ્પલ સાયન્સ ‘ થીમ પર વેબિનાર યોજવામાં આવેલ. રાષ્ટ્રીય કક્ષાના આ વેબિનારમાં હળવદની તક્ષશિલા સ્કુલના બે વિજ્ઞાન શિક્ષકોએ એક્ષ્પર્ટ તરીકે માર્ગદર્શન આપ્યું હતું. તક્ષશિલા સ્કુલના ચાવડા જીજ્ઞેશ અને રાઠોડ વિપુલ ‘ સાયન્સ છે સરળ, થીમ પર તક્ષશિલા સંકુલમાં ચાલતી અટલ ટિંકરિંગ લેબોરેટરી અંગે જમ્મુ કાશ્મીરના બોત્તેર શિક્ષકો અને બસો ત્રણ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પ્રોજેકટ અંગે માહિતગાર કર્યા હતા. કોડિંગ ડિકોડિંગના પ્રોજેકટ, બ્લુટુથ કાર, થ્રીડી પ્રિન્ટિંગ, અવકાશ વિજ્ઞાનના વિવિધ પ્રોજેકટ અને ઈસરોના ભાવિ કાર્યક્રમો વિશે વિશદ ચર્ચા કરવામાં આવેલ. નેશનલ લેવલે તજ્જ્ઞ તરીકે આ વેબિનારમાં યોગદાન આપવા બદલ ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ડો. ચંદ્રમૌલિ જોષી , જમ્મુ કાશ્મિરના સ્ટેટ ડાયરેક્ટર કુલદીપ ગુપ્તાએ અભિનંદન પાઠવેલ હતા. જમ્મુ કાશ્મીરના શાળાકીય શિક્ષણના ડાટરેક્ટર મેડમ ગુપ્તાના વર્ચુઅલ હસ્તે વિપુલ રાઠોડ અને ચાવડા જીજ્ઞેશ ને એક્ષ્પર્ટનુ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.