રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી કે.ડી.જાટ તથા પી.એસ.આઈ સાગબારા જી.કે.વસાવા તથા એસ.ઓ.જી. સ્ટાફ તેમજ સાગબારા પોલીસ સ્ટેશનના માણસોએ બાતમીના આધારે લાલસીંગભાઇ સેગજીભાઇ વસાવાને પોતાના ઘરની પાછળના ભાગે આવેલ જમીનમાં વેચાણ અર્થે વાવેતર કરેલ વનસ્પતીજન્ય લીલા ગાંજાના છોડ નંગ- ૨૩૨ જેનું કુલ વજન ૧૬૫ કિલો ૪૦૦ ગ્રામ કિંમત રૂપીયા ૧૬,૫૪,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સાગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાર્થ ધરવામાં આવી છે.