ગુજરાત સરકાર દ્વારા વખતોવખત વાઇબ્રન્ટ સમિટ યોજીને તેમાં દરેક જિલ્લા માટે કરોડો રૂપિયાના પ્રલજુક્ટ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડિંગ એટલે કે એમઓયુ કરવામાં આવે છે. આમાં વાસ્તવિકતા એ છે કે ખરેખર જે રીતે આ સમિટમાં દેખાડો થાય છે તેટલા પ્રમાણમાં જે તે જિલ્લા કે રાજ્યમાં પ્રોજેક્ટ કાર્યરત થતા નથી. માત્ર કાગળ પર સહીઓ કરીને એમઓયુ માત્ર ફાઇલોમાં બંધ રહી જાય છે. જેમ કે, ભાવનગર જિલ્લામાં 2009, 2011 અને 2015, એમ ત્રણ વાઇબ્રન્ટ સમિટમાં કુલ મળીને 874 પ્રોજેક્ટ માટે કુલ રૂ.54,222.93 કરોડના એમઓયુ થયા હતા પણ વાસ્તવિકતા એ છે કે ભાવનગર જિલ્લામાં ખરેખર 229 પ્રોજેક્ટ કાર્યરત થયા અને તેમાં 5077.43 કરોડનું રોકાણ આવ્યું છે. જે માત્ર 9.36 ટકા થાય છે. અમરેલીમાં ભાવનગરથી ત્રણ ગણું વધુ રોકાણ આવ્યું છે. ભાવનગર જિલ્લામાં વાઇબ્રન્ટ સમિટ અને ત્યાર બાદ તેના પરિણામ અંગે વિધાનસભામાં જે માહિતી અપાઇ તે મુજબ ભાવનગર જિલ્લા માટે 2015ના વર્ષમાં કુલ 575 પ્રોજેક્ટસ માટે એમઓયુ થયા હતા પણ હકીકતમાં જ્યારે કાર્યરત થવાનો વખત આવ્યો ત્યારે માત્ર 65 જ પ્રોજેક્ટ મૂડી રોકાણ સાથે કાર્યરત થયા છે. ભાવનગર જિલ્લામાં આમ પણ છેલ્લાં બે દશકામાં બહારથી કોઇ મોટા ઉદ્યોગો આવ્યા નથી જે છે તે ઉદ્યોગોનું વિસ્તરણ થયું છે પણ તે પણ આંગળીયે ગણી શકાય એટલા છે. આમ, ઔદ્યોગિક વિકાસમાં ભાવનગરનો પનો અન્ય જિલ્લાઓ સામે દિવસે દિવસે ટૂંકો પડતો જાય છે. સરકારના વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય છે તેમાં ઉદ્યોગો અને અન્ય પ્રોજેક્ટસ માટે અનેક એમઓયુ તો ધડાધડ થાય છે પણ બાદમાં મોટા ભાગના એમઓયુ માત્ર કાગળ પર રહી જાય છે અને તેનાથી પ્રક્રીયા આગળ વધતી નથી. ભાવનગર માટે ઉદ્યોગ, આઇટી, એગ્રીકલ્સર, ફાર્મા,કેમિકલ ક્ષેત્ર,એજયુકેશન જેવા ક્ષેત્રના એમઓયુ થાય છે પણ અંતે મોટાભાગના MOU માત્ર કાગળ પર રહ્યા છે. આ ત્રણ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજાઇ ગઇ તેમાં ભાવનગરથી વસ્તી અને વિકાસમાં પાછળ ગણાતા અમરેલી જિલ્લા માટે કુલ 59505.66 કરોડના 284 પ્રોજેક્ટ માટે એમઓયુ કરાયા હતા અને તે પૈકી ખરેખર મૂડીરોકાણ આવ્યું હોય અને ઉદ્યોગો કાર્યરત થયા હોય તેવા 15080.10 કરોડના મૂડીરોકાણ સાથે 192 પ્રોજેક્ટ કાર્યરત થયા છે જ્યારે તેની સામે ભાવનગરમાં માત્ર 5077.43 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે. એટલે કે ભાવનગરથી અમરલેીમાં ત્રણ ગણું વધુ રોકાણ આવ્યું છે.
Home > Saurashtra > Bhavnagar > 3 વાઈબ્રન્ટ સમિટમાં ભાવનગર માટે 54223 કરોડના MOU સામે રોકાણ થયું માત્ર 9.36 ટકા.