રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બાબરા તાલુકા માં ત્રણ દીવસ થી વરસાદ પડવા ની કારણે મગફળી ના પાક ને ભારે નુકસાન થયું છે.
ગુજરાતમાં આ વર્ષે વધુ વરસાદ ના કારણે ખેડુતો ની હાલત અતિ ખરાબ થઈ ગય છે. અગાઉ તલી,મગ, સહિત ના પાક સાવ ફેલ ગયા હતા. ત્યારે ખેડુતો ની એક આશા સમાન મગફળી નો પાક હતો તે પણ વરસાદ ના કારણે ફેલ થઈ રહ્યો હોવા ની માહીતી મળી રહી છે.
અમરેલી જીલ્લામાં આ વર્ષે મોટો પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું હતું પરંતુ આ વર્ષે વરસાદ વધારે પડવા થી મગફળી ને મોટા પ્રમાણમાં અચર થઈ છે. બાબરા તાલુકા ના પાનસડા ગામ ના એક ખેડુત ની વાડી ના ફોટા હાલ સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. પાનસડા ગામે બે દિવસ પહેલા ખેડુત દ્રારા મગફળી ઉપાડવા માં આવેલ હતી. અને જે ખેતર માં પાથરા પડ્યા હતા ત્યારે ગઈ કાલે બપોર બાદ વરસાદ પડવા થી તમામ મગફળી ના પાથરા તણાઈ ગયા હતા. અને ખેડુત નો તૈયાર પાક તણાઈ ગયો હતો. બાબરા તાલુકા ના અનેક ગામો માં આવી સ્થિતી જોવા મળી હતી. ત્યારે હાલ ખેડુતો સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે, એક બાજુ કોરોના ના કારણે લોક ડાઉન માં ખુબજ ખરાબ પરિસ્થિતી નો સામનો કરવો પડ્યો હતો અને બીજી બાજુ વધુ વરસાદ ના કારણે ખેતરો માં વાવેલા તમામ પાક નિષ્ફળ ગયા છે. માટે સરકાર ખેડુતો સામે દયા ભાવ રાખી જુવે અને વહેલી તકે કોઈ રાહત પેકેજ ની જાહેરાત કરે.